For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય ટીમની કારમી હાર છતાં પાકિસ્તાનીઓ ધોની-કોહલી પર પ્રેમ કેમ વરસાવી રહ્યા છે?

ભારતીય ટીમની કારમી હાર છતાં પાકિસ્તાનીઓ ધોની-કોહલી પર પ્રેમ કેમ વરસાવી રહ્યા છે?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

આઈસીસી ટી20 વર્લ્ડકપમાં રવિવારે ભારતનો પાકિસ્તાન સામે કારમો પરાજય થયો. પાકિસ્તાને મૅચ જીતવાની સાથે વર્લ્ડકપમાં ભારતનો પાકિસ્તાન સાથે કદી ન હારવાનો ક્રમ પણ તોડી દીધો હતો.

ભારતીય ટીમ સામે પાકિસ્તાનનો દસ વિકેટથી ઐતિહાસિક વિજય થયો, એ બાદ સોશિયલ મીડિયા પર તરેહ-તરેહની પ્રતિક્રિયા આવી રહી છે.

ભારતીય કપ્તાન વિરાટ કોહલી, પાકિસ્તાનના બૅટ્સમૅન રિઝવાન અને પાકિસ્તાનના કપ્તાન બાબર

કેટલાક ભારતીય ફૅન્સ કપ્તાન વિરાટ કોહલીને ટ્રોલ કરી રહ્યા છે, તો કેટલાક ફૅન્સે સ્પૉર્ટસમૅન સ્પિરિટ સાથે વિરાટ કોહલી અને ભારતીય ટીને વધાવી લીધાં છે.

જોકે આ બધા વચ્ચે પાકિસ્તાનના ક્રિકેટરસીકો તરફથી પણ પ્રતિક્રિયા આવી રહી છે.

પાકિસ્તાન સામે ભારતનો કારમો પરાજય થયો, એમ છતાં પાકિસ્તાનના લોકો ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલી અને પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોની પર પ્રેમ વરસાવતાં જોવા મળ્યા હતા.


ધોની અને કોહલીએ શું કર્યું?

https://www.youtube.com/watch?v=B7tENE_EDCk

મૅચ પૂર્ણ થઈ એ બાદ ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલી પાકિસ્તાનના ખેલાડીઓને જઈને ભેટ્યા હતા, એ તસવીરોએ ચર્ચા છેડી દીધી છે.

આક્રમક અંદાજ અને ગુસ્સા માટે ચર્ચામાં રહેલા કોહલીનો આ અંદાજ પાકિસ્તાનના લોકોને ગમ્યો હતો.

વિરાટ કોહલીએ મૅચ બાદ પાકિસ્તાનની ટીમના કપ્તાન બાબર આઝમને પણ ખેલદિલી સાથે અભિનંદન પાઠવ્યાં હતાં.

આ મૅચ દરમિયાન ભારતીય ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોની પણ પાકિસ્તાનના કપ્તાન બાબર અને અન્ય ખેલાડીઓને વધાવતાં જોવા મળ્યા હતા.

ક્રિકેટના મેદાન પરની તેમની મુલાકાતની તસવીરોને પણ સોશિયલ મીડિયા પર શૅર કરાઈ રહી છે.


પાકિસ્તાનના ક્રિકેટરસીકોની પ્રતિક્રિયા

પાકિસ્તાનમાં ટ્વિટર પર લગભગ તમામ ટૉપ ટ્રૅન્ડ્સ આ મૅચ સંદર્ભે જ હતા, વિરાટ કોહલી પણ ટ્રૅન્ડ્સમાં ટોચ પર છે.

સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના યુઝર્સ ધોની અને કોહલીની આ તસવીરો પણ શૅર કરી રહ્યા છે.

https://twitter.com/MaleehaHashmey/status/1452498691680522243

મલીહા હાશ્મી નામનાં ટ્વિટર યુઝરે કોહલીની પાકિસ્તાનના ઓપનર રિઝવાન સાથેની તસવીર શૅર કરી હતી અને લખ્યું હતું કે, 'ઇતિહાસ આ તસવીરને યાદ રાખશે.'

https://twitter.com/Iam__Shadab/status/1452502543213346818

સૈયદ શાદાબ-ઉલ-હકે પણ આ તસવીરો શૅર કરતાં ટ્વીટ કરતાં લખ્યું કે, "સ્પૉર્ટ્સમૅન તરીકે મને આ પળ ગમે છે, કેમ કે ખેલદિલીથી રમત રમાઈ છે. વેલ ડન કોહલી."

https://twitter.com/Raz_khan789/status/1452328345601982464

રાઝ ખાન નામના યુઝરે ધોની અને પાકિસ્તાનના ખેલાડીઓની તસવીર સાથે ટ્વીટ કર્યું છે કે, "સુંદર રમત, ધોની બાબર સાથે જ્ઞાન વહેંચી રહ્યા છે."


29 વર્ષમાં પહેલી વખત પાકિસ્તાન સામે હાર

પાકિસ્તાને ત્રણ દાયકાના ઇતિહાસમાં પહેલી વખત વિશ્વકપમાં ભારતીય ટીમને હરાવી છે, જેથી પાકિસ્તાનની જીત ઐતિહાસિક છે.

1992માં 50 ઓવરના વિશ્વકપમાં પહેલી વખત ભારત અને પાકિસ્તાનનો આમનો-સામનો થયો હતો અને ત્યાંથી માંડીને અત્યાર સુધીમાં 50 અને 20 ઓવરની 12 મૅચમાં પાકિસ્તાનની ટીમ હારી હતી.

આખરે 2021ના ટી20 વર્લ્ડકપમાં પાકિસ્તાને રવિવારે ઇતિહાસ રચી દીધો અને 10 વિકેટથી ભારતીય ટીમને પરાસ્ત કરી દીધી.


કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=yUwejY1AQ-I

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Why are Pakistanis showering love on Dhoni-Kohli despite the crushing defeat of the Indian team?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X