For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Women IPL 2023 Auction : ફેબ્રુઆરીમાં થશે મહિલા IPL 2023 માટે હરાજી

BCCIએ જાહેર કર્યું છે કે, Women IPL 2023 માટે ફેબ્રુઆરીમાં હરાજી યોજાશે. આ હરાજી માટે ખેલાડીઓ પોતાનું રજિસ્ટ્રેશન 26 જાન્યુઆરી સુધી કરાવી શકે છે.

|
Google Oneindia Gujarati News

Women IPL 2023 Auction : મહિલાઓ માટે યોજારી IPLની પહેલી સિઝન માટે હરાજી ફેબ્રુઆરીમાં યોજાશે. Women IPL 2023 માટે ભારતીય ક્રિકેટ બોર્ડ તરફથી જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ અંગે BCCI લેટેસ્ટ અપડેટ પણ આપ્યું છે.

Women IPL 2023

BCCIએ જાહેર કર્યું છે કે, Women IPL 2023 માટે ફેબ્રુઆરીમાં હરાજી યોજાશે. આ હરાજી માટે ખેલાડીઓ પોતાનું રજિસ્ટ્રેશન 26 જાન્યુઆરી સુધી કરાવી શકે છે.

કેપ અને અનકેપ્ડ ખેલાડીઓ કરાવી શકશે રજિસ્ટ્રેશન

બીસીસીઆઈએ ખેલાડીઓને એક ડોક્યુમેન્ટ મોકલ્યું છે, જેમાં મહિલા આઈપીએલને 2023 મહિલા ટી20 લીગ (Women IPL 2023) નામ આપવામાં આવ્યું છે. આ હરાજીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહેલા ખેલાડીઓની સાથે સાથે તે ખેલાડીઓ પણ તેમના નામ નોંધાવી શકે છે, જેમણે હજૂ સુધી ભારત માટે ડેબ્યુ કર્યું નથી.

આ ડોક્યુમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે, જે ખેલાડીઓએ ડેબ્યૂ કર્યું છે, તેમની પ્રારંભિક બેઝ પ્રાઈસ 50 લાખ, 40 લાખ અને 30 લાખ હશે. નોંધણી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન હશે.

અનકેપ્ડ ખેલાડીઓની બેઝ કિંમત 20 લાખ અને 10 લાખ હશે

બીજી તરફ અનકેપ્ડ ખેલાડીઓ માટે બેઝ પ્રાઈસની શ્રેણીને બે ભાગમાં વહેંચવામાં આવી છે. અનકેપ્ડ ખેલાડીઓની પ્રારંભિક મૂળ કિંમત રૂપિયા 20 લાખ અને રૂપિયા 10 લાખ છે. ઉલ્લેખનીય છે કે, પુરુષોની આઈપીએલનો પ્રોટોકોલ મહિલા આઈપીએલમાં લાગુ થશે.

ખેલાડીઓના રજિસ્ટ્રેશન બાદ પાંચ ટીમના માલિકો હરાજી યાદી તૈયાર કરવા માટે આ 'ઓક્શન રજિસ્ટર'ને છટણી કરશે. આ પછી લિસ્ટ હરાજી માટે મૂકવામાં આવશે, જે ખેલાડીઓ હરાજીમાં પસંદ નહીં થાય તેમને બીજી તક આપવામાં આવશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Women IPL 2023 Auction: The auction for Women IPL 2023 will be held in February
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X