World Cup 2023 Final, Ind vs Aus: આવો રહેશે અમદાવાદમાં મૌસમનો મિજાજ, જાણો મેચમાં શું થશે અસર?

World Cup 2023 Final, Ind vs Aus: ક્રિકેટના સૌથી મોટી ટૂર્નામેન્ટ એટલે આઇસીસી ક્રિકેટ વિશ્વ કપની ફાઈનલ મેચ આજે અમદાવાદમાં રમાશે. જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાશે. બંને ટીમ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે.

ટીમ ઈન્ડિયાની વાત કરીએ, તો ટીમના તમામ ખેલાડીઓ શાનદાર ફોર્મમાં છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ બે મેચ હાર્યા બાદ જોરદાર વાપસી કરી છે, અને સતત 8 મેચ જીતી છે. તેથી ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાને બિલકુલ હળવાશથી નહીં લે.

World Cup 2023 Final, Ind vs Aus

આજની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અહીંના હવામાનની વાત કરીએ, તો જ્યારે મેચ બપોરે 2 કલાકે શરૂ થશે, ત્યારે તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા છે. ડે-નાઈટ મેચમાં સાંજે તાપમાન નીચું જવાની શક્યતા છે. સાંજે 6 કલાકે તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. અંધારું થયા બાદ રાત્રે 9 કલાક સુધીમાં પારો 25 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.

અમદાવાદમાં આજે આકાશ ચોખ્ખું રહેશે, કોઇપણ પ્રકારના વાદળો છવાવાની શક્યતા નથી. જેથી વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ ભેજ 45 ટકા સુધી રહી શકે છે, જે સરેરાશ છે. પવનની ગતિની વાત કરીએ, તો તે 5-11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. જે મુખ્યત્વે દક્ષિણ-પશ્ચિમ દિશામાં આગળ વધશે. જોકે, સાંજે ઝાકળ પડવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હવામાનને કારણે મેચમાં કોઈપણ પ્રકારની અડચણ નહીં આવે. ક્રિકેટમાં હવામાન મહત્વનો ભાગ ભજવે છે. અમદાવાદ શહેર ભારતના બાકીના શહેરોની જેમ છે, જ્યાં હવામાન સામાન્ય છે, ત્યાં બેંગ્લોરની જેમ અચાનક વરસાદ પડતો નથી.

ટીમ ઈન્ડિયાની મેચની વાત કરીએ, તો વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રોહિત શર્મા, કેએલ રાહુલ બધા શાનદાર ફોર્મમાં છે. આ વર્લ્ડ કપમાં શ્રેયસ ઐયર અને વિરાટ કોહલીએ અત્યાર સુધી 537 રનની ભાગીદારી કરી છે. જે આ વર્લ્ડ કપમાં કોઈપણ જોડીના સૌથી વધુ રન છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના સ્પિન બોલર એડમ ઝમ્પાએ આ વર્લ્ડ કપની મધ્ય ઓવરોમાં સૌથી વધુ 17 વિકેટ લીધી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X