World Cup 2023, Ind vs Pak: ભારત-પાકિસ્તાન મેચ માટે ફેન્સ બન્યા ક્રેઝી, ટીમના રંગે રંગાયા લોકો
World Cup 2023, Ind vs Pak: ICC ODI વર્લ્ડ કપમાં શાનદાર ટક્કર શરુ થઈ ગઈ છે. ભારત અને પાકિસ્તાનની મેચ માટે ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બંને પાડોશી દેશો વચ્ચે ક્રિકેટ દરમિયાન ઉત્તેજના અને જોશ ચરમસીમા પર હોય છે.
ભારત-પાકિસ્તાન મેચને લઈને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર કેટલાક યુવા ચાહકોએ રોમાંચક મેચ અંગે પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. બંને દેશો વચ્ચેના રાજકીય તણાવને કારણે, ટીમો ફક્ત મુખ્ય ઇવેન્ટ્સ દરમિયાન જ એકબીજાનો સામનો કરે છે. આ મેચ દરમિયાન વાતાવરણ અલગ જ હોય છે.

ભારત અને પાકિસ્તાન ICC ODI વર્લ્ડ કપ 2023માં બે-બે મેચ જીત્યા બાદ એકબીજાનો સામનો કરવા માટે તૈયાર છે. અલબત્ત, આ મેચ ખેલાડીઓ માટે ખૂબ જ તણાવપૂર્ણ રમત છે પરંતુ ચાહકોમાં તેને લઈને જબરદસ્ત ઉત્સાહ છે. જો કે, પાકિસ્તાનના ચાહકોની સંખ્યા ઘણી ઓછી હશે કારણ કે તેઓ ભારતમાં મુસાફરી કરવા માટે વિઝા મેળવી શક્યા નથી.
ભારત અને પાકિસ્તાનની મેચ પહેલા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ ચાહકોની ભીડ પરથી અંદાજ લગાવી શકાય છે કે આ મેચને લઈને ચાહકોમાં કેટલો ઉત્સાહ છે. સ્ટેડિયમની બહાર ઘણા પ્રશંસકો તેમની ટીમના રંગો પહેરીને સમર્થન દર્શાવતા જોવા મળે છે.












Click it and Unblock the Notifications
