Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

World Cup 2023 Indian Squad : અક્ષર પટેલનું સપનું ચકનાચુર, આ ખેલાડીને વર્લ્ડ કપ ટીમમાં શામેલ

World Cup 2023 Indian Squad : થોડા દિવસોમાં વર્લ્ડ કપ શરૂ થવા જઇ રહ્યો છે, જેના માટે ભારતીય અનુભવી ઓફ સ્પિનર​ રવિચંદ્રન અશ્વિનને આગામી ODI વર્લ્ડ કપ-2023 માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ઇજાગ્રસ્ત અક્ષર પટેલના સ્થાન પર આર અશ્વિનને 15 સભ્યોની ટીમમાં તક મળી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ગુરુવારના રોજ આ મોટી જાહેરાત કરવામાં આવી હતી.

ravichandran ashwin

અક્ષર પટેલનું તૂટ્યુ સપનું - ઈજાગ્રસ્ત અક્ષર પટેલના સ્થાને 37 વર્ષીય અશ્વિનની પસંદગી કરવામાં આવી છે. તે તેના ડાબા ક્વાડ્રિસેપ્સની ઈજામાંથી બહાર આવી શક્યો નથી. 15 સપ્ટેમ્બરના રોજ બાંગ્લાદેશ સામેની એશિયા કપ-2023ની મેચમાં અક્ષર પટેલ ઈજાગ્રસ્ત થયો હતો.

આ સાથે અક્ષર પટેલનું વનડે વર્લ્ડ કપ રમવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું હતું. અશ્વિન પહેલાથી જ ટીમ સાથે ગુવાહાટી ગયો છે, જ્યાં 30 સપ્ટેમ્બરના રોજ પ્રેક્ટિસ મેચમાં તેનો સામનો ઈંગ્લેન્ડ સામે થશે.

ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું - અશ્વિનને ઓસ્ટ્રેલિયા સામેની 3 મેચની ODI શ્રેણીમાં તક મળી હતી, જેમાં તેણે જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ઈન્દોરમાં રમાયેલી શ્રેણીની બીજી વનડેમાં 3 વિકેટ ઝડપી હતી.

અશ્વિને મોહાલીમાં 1 વિકેટ પણ લીધી હતી. આ રીતે તેણે શ્રેણીમાં 2 મેચ રમી અને 4 વિકેટ લીધી હતી. ઉલ્લેખનીય છે કે, અશ્વિન લગભગ 20 મહિના બાદ આ ફોર્મેટમાં પાછો ફર્યો હતો, અને હવે તેને વર્લ્ડ કપની ટિકિટ મળી ગઈ છે.

અશ્વિન પાસે ઘણો અનુભવ છે - અશ્વિનને 115 વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમવાનો અનુભવ છે. તેણે આ ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે 155 વિકેટ લીધી છે. તેણે ટેસ્ટમાં 94 મેચમાં 489 વિકેટ લીધી છે. આ સિવાય તેણે 65 T20 ઈન્ટરનેશનલ મેચમાં 72 વિકેટ લીધી છે.

12 વર્ષ પછી મોટી તક - ભારતીય ટીમ પાસે 12 વર્ષ બાદ ODI વર્લ્ડ કપ જીતવાની મોટી તક છે. ટીમ ઈન્ડિયાએ 2011માં તેની યજમાનીમાં ODIમાં વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. આ વખતે પણ ભારત વર્લ્ડ કપની યજમાની કરી રહ્યું છે. રોહિત શર્મા ICC ટૂર્નામેન્ટમાં ટીમનું નેતૃત્વ કરશે.

ભારતની અપડેટેડ અને ફાઇનલ વર્લ્ડ કપ ટીમ - રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટમેન), ઈશાન કિશન (વિકેટમેન), સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને રવિચંદ્રન અશ્વિન

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X