World Cup Today's Match: વર્લ્ડ કપ 2023માં આજે કોની મેચ છે - ન્યૂઝીલેન્ડ વિ. અફઘાનિસ્તાન
New Zealand Vs Aghanistan, 16th match: આજે વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે વધુ એક રસપ્રદ અને રોમાંચક મેચ રમાવા જઈ રહી છે. આ મેચ પર સૌની નજર રહેશે. વાસ્તવમાં અફઘાનિસ્તાને છેલ્લી મેચમાં જે રીતે ઈંગ્લેન્ડને હરાવ્યું તે પછી અફઘાનિસ્તાનનું મનોબળ ઉંચુ છે.
આજની મેચ ચેન્નાઈના એમએ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આવી સ્થિતિમાં આ પીચ અફઘાનિસ્તાનના સ્પિન બોલરો માટે મદદગાર સાબિત થઈ શકે છે. હસમતુલ્લાહ શાહિદી પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તે વધુ સકારાત્મક ક્રિકેટ રમશે. આવી સ્થિતિમાં આજની મેચ ખૂબ જ રોમાંચક બનવાની છે.

આજની મેચમાં અફઘાનિસ્તાનને મેદાનમાં સારો સપોર્ટ જોવા મળી શકે છે. અફઘાનિસ્તાન ટીમની તમામ મેચોમાં સારી ભીડ જોવા મળી રહી છે. તેથી ઈંગ્લેન્ડ સામેની જીત બાદ અફઘાનિસ્તાનને આજની મેચમાં પણ મેદાનમાં પ્રશંસકોનું સમર્થન મળી શકે છે.
ઈંગ્લેન્ડ સામેની મેચમાં અફઘાનિસ્તાનના બેટ્સમેનોએ સોથી વધુ રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારી ઈબ્રાહિમ ઝાદરાન અને રહેમતુલ્લા ગુરબાઝ વચ્ચે હતી. જો કે બંનેને ડાબા હાથના ફાસ્ટ બોલરો સામે સમસ્યા છે, આવી સ્થિતિમાં ટ્રેન્ટ બોલ્ટ આજે મહત્વનો બોલર બનવા જઈ રહ્યો છે.
ન્યૂઝીલેન્ડની વાત કરીએ તો કેન વિલિયમસન આજની મેચ માટે ઉપલબ્ધ નથી. તેના ડાબા હાથના અંગૂઠામાં ઈજા થઈ છે. તેની જગ્યાએ વિલ યંગને ટીમમાં જગ્યા મળી શકે છે. જ્યારે ટિમ સાઉથી ફિટ છે અને ટીમમાં વાપસી કરી શકે છે.
ન્યૂઝીલેન્ડે વર્લ્ડ કપમાં અત્યાર સુધી અફઘાનિસ્તાન સામેની બંને મેચ જીતી છે. વર્લ્ડ કપમાં છેલ્લી વખત બંને ટીમો 2019ના વર્લ્ડ કપમાં સામસામે આવી હતી. ફર્ગ્યુસને મેચમાં 37 રન આપીને 4 વિકેટ લીધી હતી.
અફઘાનિસ્તાને વર્લ્ડ કપમાં સતત 14 મેચમાં હારનો સિલસિલો તોડી નાખ્યો છે. તેણે આ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડને હરાવીને મોટો અપસેટ સર્જ્યો છે. ન્યૂઝીલેન્ડે એશિયામાં રમાયેલી છેલ્લી 6 મેચ જીતી છે. જેમાંથી એક મેચ પાકિસ્તાનમાં, બે બાંગ્લાદેશમાં અને ત્રણ મેચ ભારતમાં રમાઈ હતી.
અફઘાનિસ્તાન ટીમ
રહમતુલ્લા ગુરબાઝ, ઈબ્રાહિમ ઝાદરાન, રહમત શાહ, હસમતુલ્લાહ શહિદી, અઝમતુલ્લા ઓમરઝઈ, ઈકરામ અલીખિલ, મોહમ્મદ નબી, રાશીદ ખાન, મુજીબુર રહેમાન, નવીનઉલ હક, ફઝલ્લાહ ફારૂકી, નજીબુલ્લાહ ઝાદરાન, અબ્દુલ રહેમાન, રિયાઝ હસન, નૂર અહેમદ.
ન્યૂઝીલેન્ડની ટીમ
ડેવોન કૉનવે, રચિન રવિન્દ્ર, ડેરીલ મિચેલ, ગ્લેન ફિલિપ, ટૉમ ટેથમ, માર્ક ચેપમેન, મિચેલ સેન્ટનર, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન, વિલ યંગ, ટ્રેન્ટ બોલ્ડ, ઈશ સોઢી, જેમ્સ નીશમ, ટિમ સાઉદી.












Click it and Unblock the Notifications
