ટેબલ નં. 1 બની રહેવા માટે શું કરે ટીમ ઇન્ડિયા
મેલબોર્ન, 23 ફેબ્રુઆરી: રવિવારે જે અંદાજમાં ટીમ ઇન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને હરાવ્યું છે તેણે દરેકનું દિલ જીતી લીધું છે. બોલિંગ, ફિલ્ડિંગ અને બેટિંગ દરેક સ્થળે ટીમ ઇન્ડિયા ચુસ્ત દેખાઇ. રવિવારે ભારત અને દક્ષિણ આફ્રીકાની વચ્ચે 13માં વિશ્વકપમાં ભારતે 130 રનોથી શાનદાર જીત નોંધાવી દીધી. આ જીતની સાથે ટીમ ઇન્ડિયા ગ્રુપ બીના પોઇંટ ટેબલ પર મજબૂત થઇ ગઇ છે.
ટેબલમાં ટીમ ઇન્ડિયા ચાર પોઇંટની સાથે +2.060નું નેટ રન રેટ બનાવી રાખ્યું છે. સ્વાભાવિક છે કે પોતાની મેચોમાં વેસ્ટઇન્ડિઝ, ઝિમ્બાબ્વે, દક્ષિણ આફ્રીકા, સ્કોટલેંડ અને અફગાનિસ્તાન ભારત-યૂએઇની વચ્ચે થનારી મેચ પહેલા મેચ રમશે. તેમાંથી વેસ્ટ ઇન્ડિઝ, આયર્લેન્ડ, દક્ષિણ આફ્રીકા અને ઝિમ્બાબ્વેમાંથી એક અથવા બે ટીમ જીત નોંધાવીને નિશ્ચિતપણે 4 પોઇંટ પૂરા કરીને ભારતની લગોલગ ખડી થઇ જશે.
એવામાં ભારતને પોતાની હવે પછીની મેચમાં મોટી જીત નોંધાવવી પડશે. એવું કરવા પર જ પોઇંટ ટેબલમાં ટોપ પર રહી શકે છે. વાત માત્ર ક્વાર્ટરફાઇનલ રમવાની નથી પરંતુ વાત છે સારા એવરેજથી જીત નોંધાવવાની, કારણ કે આનાથી સામેવાળી ટીમ પ્રેસરમાં આવી જાય છે.
આવો એક નજર કરીએ 7 વાતો પર જેના કારણે ટીમ ઇન્ડિયા શ્રેષ્ઠ સ્થાને યથાવત રહી શકે છે....

રોહીત શર્માની બેટિંગ
ટીમના ઓપનર શિખર ધવનની જેમ રોહીત શર્માએ પણ પોતાના ફોર્મમાં પાછા આવવું પડશે. નોંધનીય છે કે રોહિત શર્માએ વનડેમાં ડબલ સેંચુરી ફટકારી ચૂક્યા છે.

અજિંક્ય રહાણે
જે પ્રકારે ચાર નંબર પર રહાણેએ બેટિંગ કરી છે તેના જેટલા વખાણ કરવામાં આવે તેટલા ઓછા છે. રહાણેએ માત્ર 60 બોલમાં 79 રનોની પારી ખેલી હતી. રહાણેએ પિચ પર રોકાઇને રમવાની જરૂર છે. કારણ કે તે જ છે જે દ્રવિડની ખોટ પૂરી શકે છે.

300થી વધારે રન
ટીમ ઇન્ડિયા જ્યારે જ્યારે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કરે ત્યારે તે અચૂકપણે 300થી વધારેનો ટાર્ગેટ લઇને ચાલે, કારણ કે તેનાથી સામેવાળી ટીમ પ્રેસરમાં આવી જાય છે.

કોહલી-રૈના
વિરાટ કોહલીનું પ્રદર્શન શાનદાર છે. રૈનાએ પણ પોતાની પ્રથમ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેણે પોતાના ફોર્મને ખરાબ ના કરવું જોઇએ.

ફિલ્ડિંગ
ભારતીય ટીમમાં ઘણા સમય બાદ સારી ફિલ્ડીંગ જોવા મળી રહી છે. તેને યથાવત રાખવું ખૂબ જ જરૂરી છે.

બોલરોનું શાનદાર પ્રદર્શન
શમી, અશ્વિન, શર્મા અને યાદવે કોઇ ભૂલ નથી કરી. આ ત્રણેને આ પ્રકારે આશાઓ પર ખરા ઉતરતા રહેવું પડશે.

રવિન્દ્ર જાડેજા
રવિન્દ્ર જાડેજાએ પોતાના શાનદાર ફોર્મમાં પાછા ફરવાની જરૂર છે. હાલમાં તે સારી બેટિંગ અને બોલિંગ પણ નથી કરી શકતા. ટીમે આ અંગે વિચારવું પડશે.












Click it and Unblock the Notifications
