WPL 2023: મેચ પહેલા ગુજરાતને લાગ્યો મોટો ઝટકો, લેડી ગેલ ટુર્નામેન્ટથી થઇ બહાર
વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ મેચમાં મુંબઈનો સામનો ગુજરાત સામે થશે. પરંતુ મેચ પહેલા જ ગુજરાતને મોટો ફટકો પડ્યો છે.
પુરૂષોની IPL બાદ મહિલા IPL ચાહકોમાં પોતાની છાપ છોડવા માટે તૈયાર છે. લીગ 4 માર્ચ એટલે કે શનિવારથી શરૂ થવા જઈ રહી છે. વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ મેચમાં ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ ટકરાશે. આ બંને ટીમો વચ્ચે મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં આ મેચ શરૂ થશે. આ મેચ પહેલા મહિલા IPLની ઓપનિંગ સેરેમનીનું પણ આયોજન કરવામાં આવશે.

ગુજરાતને લાગ્યો ઝટકો
ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ ટીમ વચ્ચેની મેચ પહેલા ગુજરાતને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર ડિઆન્ડ્રા ડોટિન ઈજાના કારણે આખી લીગમાંથી બહાર થઈ ગયો છે. ગુજરાતે ડિઆન્ડ્રા ડોટીનના સ્થાને યુવા ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કીગ ગાર્થને લાવ્યો છે. ડિઆન્ડ્રા ડોટિનને પ્રેમથી લેડી ગેલ કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં ડિઆન્ડ્રા ડોટીનની ગેરહાજરીને કારણે ટીમને એક વિસ્ફોટક ઓપનરની ખોટ પડી શકે છે.

ગુજરાતની કપ્તાની કરશે બેથ મુની
મહિલા આઈપીએલમાં કુલ પાંચ ટીમો ભાગ લઈ રહી છે. ગુજરાતની કપ્તાની ઓસ્ટ્રેલિયાની બેથ મૂની કરી રહી છે. બેથ મૂનીની કપ્તાનીમાં ગુજરાત ટૂર્નામેન્ટની શરૂઆત જીત સાથે કરવાનો પ્રયાસ કરશે. બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સની કમાન હરમનપ્રીત કૌરના હાથમાં છે. ભારતની કેપ્ટનશીપ કરનાર હરમન હવે વિમેન્સ પ્રીમિયર લીગમાં મુંબઈની કેપ્ટનશીપ કરતી જોવા મળશે.

અહીં જોઇ શકશો લાઇવ
ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની આ મેચ ચાહકો સરળતાથી જોઈ શકશે. ડીવાય પાટીલ અને બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતેની મેચો Viacom18 ની સ્પોર્ટ્સ ચેનલો સ્પોર્ટ્સ 18, સ્પોર્ટ્સ 18 HD અને સ્પોર્ટ્સ 18 પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. મોબાઈલ પર Jio Cinema એપ દ્વારા મેચ ફ્રીમાં જોઈ શકાશે.
|
બન્ને ટીમોની પ્લેઇંગ ઇલેવન
ગુજરાત જાયન્ટ્સ: બેથ મૂની (સી), સોફિયા ડંકલી, સભીનેની મેઘના, ડિઆન્ડ્રા ડોટિન, એશલે ગાર્ડનર, હરલીન દેઓલ, દયાલન હેમલતા, સુષ્મા વર્મા (ડબ્લ્યુકે), સ્નેહ રાણા, માનસી જોશી, મોનિકા પટેલ.
મુંબઈ ઈન્ડિયન્સ: યાસ્તિકા ભાટિયા, હેલી મેથ્યુસ, એમેલિયા કેર, નેટ સાયવર-બ્રન્ટ, હરમનપ્રીત કૌર (સી), ક્લો ટ્રાયન, અમનજોત કૌર, પૂજા વસ્ત્રાકર, હુમૈરા કાઝી, સોનમ યાદવ, સાયકા ઈશાક.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
