Yashasvi Jaiswal record: યશસ્વી જયસ્વાલે ફટકારી બેવડી સદી, રચ્યો ઇતિહાસ
Yashasvi Jaiswal record: ભારત અને ઇંગ્લેનડ વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઇ રહી છે. જેમાં બીજી ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલે પોતાના ટેસ્ટ કરિયરની પહેલી બેવડી ફટકારી હતી. આ બેવડી સદી સાથે વિશ્વ ક્રિકેટમાં જીતનો પરચમ લહેરાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, જયસ્વાલની બેવડી સદી પૂરી કરવાની સાથે તેણે પોતાના નામે ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
જયસ્વાલ 23 વર્ષની ઉંમર પહેલા સૌથી વધુ રન બનાવનાર ત્રીજા ભારતીય બેટ્સમેન બની ગયા છે. તે 23 વર્ષની ઉંમર પહેલા ટેસ્ટમાં બેવડી સદી ફટકારનારો ત્રીજો ભારતીય બેટ્સમેન પણ બની ગયો છે. આ કરીને યશસ્વીએ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે.

23 વર્ષની ઉંમર પહેલા, સચિને ટેસ્ટમાં રમતી વખતે 179 રનની ઇનિંગ રમી હતી, જે તે સમયે 23 વર્ષની ઉંમર પહેલા સચિને રમેલી સૌથી મોટી ટેસ્ટ ઇનિંગ હતી. જયસ્વાલની વાત કરીએ તો તેની ઉંમર હાલમાં 22 વર્ષની છે, અને તેણે જે રીતે વિસ્ફોટક ઇનિંગ્સ રમી છે, તેણે વિશ્વ ક્રિકેટમાં હલચલ મચાવી દીધી છે.
23 વર્ષની ઉંમર પહેલા ભારતીય બેટ્સમેન દ્વારા બનાવવામાં આવેલા સર્વોચ્ચ ટેસ્ટ સ્કોર:
- 227 - વિનોદ કાંબલી
- 224 - વિનોદ કાંબલી
- 220 - સુનીલ ગાવસ્કર
- 207* - યશસ્વી જયસ્વાલ (આ સમાચાર લખાય ત્યાં સુધી)
- 179 - સચિન તેંડુલકર
- 171 - યશસ્વી જયસ્વાલ
- 165 - સચિન તેંડુલકર
- 163*-માધવ આપ્ટે
- 159*-ઋષભ પંત
- 157* - દિલીપ વેંગસરકર
- 148*-સચિન તેંડુલકર
- 142 - રવિ શાસ્ત્રી
- 142 - સચિન તેંડુલકર
- 139 - રવિ શાસ્ત્રી
- 137 - ગુંડપ્પા વિશ્વનાથ
- 134 - પૃથ્વી શો
- 133 - વિજય માંજરેકર
23 વર્ષની ઉંમર પહેલા ટેસ્ટમાં બેવડી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન - આ મામલામાં 23 વર્ષની ઉંમર પહેલા સૌથી મોટી ઇનિંગ રમવાનો રેકોર્ડ વિનોદ કાંબલીના નામે છે. કાંબલીએ 227 અને 224 રન બનાવ્યા હતા. આવા સમયે, મહાન ગાવસ્કરે 23 વર્ષની ઉંમર પહેલા ટેસ્ટમાં 220 રનની ઇનિંગ રમી હતી.












Click it and Unblock the Notifications
