IPL 2020: ચેન્નઈ અને મુંબઈ ટીમના ખેલાડીની કેટલું કમાય છે, જાણો
નવી દિલ્હીઃ દુનિયાની સૌથી મશહૂર ક્રિકેટ લીગ આઈપીએલની 13મી સીઝનની શરૂઆત શનિવારે મુંબઈ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાનાર ઓપનિંગ મુકાબલાથી શંખનાદ થશે. બંને ટીમ પાસે એક મજબૂત ટીમ ઉપરાંત શાનદાર કેપ્ટન પણ છે, જેમાંથી એક મુંબઈ ઈન્ડિયન્સે 4 વાર ચેમ્પિયન છે તો બીજીવાર બધી સીઝનમાં પ્લે ઑફમાં જગ્યા બનાવનારી ચેન્નઈ સુપર કિંગ્સે પણ 3 વાર ખિતાબ જીત્યો છે. પાછલી સીઝનમાં મુંબઈ ઈન્ડિયનની ટીમે ચેન્નઈ સુપર કિંગ્સને હરાવી પોતાનો ચોથો ખિતાબ જીત્યો હતો.
જો કે જાણીને પણ આશ્ચર્ય થશે કે આઈપીએલની 2 સૌથી સફળ ટીમ માટે રમતા ખેલાડીઓનો પગાર પણ અન્ય ટીમના ખેલાડીઓના મુકાબલે ઘણો વધારે છે. આવો તમને ઓપનિંગ મેચમાં રમતા ખેલાડીઓના પગાર વિશે જણાવીએ, આ જાણકારી વિકિપીડિયા પર એકઠા કરેલા આંકડા પર આધારિત છે.

CSKના ખેલાડી કેટલું કમાય છે જાણો
આ લીગની પહેલી મેચમાં રમાતી બંને ટીમના પગારની વાત કરતાં અમે પહેલાં ચેન્નઈ સુપરકિંગ્સના સ્ટાર કેલાડીઓને મળતી રકમની વાત કરી લઈએ. ચેન્નઈ સુપરકિંગ્સના કેપ્ટન એમએસ ધોનીને આઈપીએલમાં 15 કરોડ રૂપિયા મળે છે જ્યારે ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાના ખાતામાં એક સીઝન માટે 7 કરોડ રૂપિયા આવે છે.
જ્યારે સીએસકેના અન્ય સ્ટાર ખેલાડી કેદાર જાધવને 7.8 કરોડ રૂપિયા, ડ્વેન બ્રાવોને 6.4 કરોડ રૂપિયા અને શેન વૉટ્સનને 4 કરોડ રૂપિયા મળે છે. જ્યારે ટીમ માટે શાનદાર પ્રદર્શન કરતા દીપક ચહરની સેલેરી ચોંકાવનારી છે અને હાલ તેમને માત્ર 80 લાખ રૂપિયા જ મળે છે, જ્યારે કરણ શર્માને 5 કરોડનો કરાર આપવામાં આવ્યો છે. જ્યારે આ સીઝન ના રમવાનું એલાન કરનાર સુરેશ રૈનાને 11 કરોડ જ્યારે હરભજન સિંહને 2 કરોડ રૂપિયા મળે છે.

જાણો મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીની કિંમત કેટલી છે
જ્યારે મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓની વાત કરીએ તો ધોનીની જેમ જઆ ટીમના કેપ્ટન રોહિત શર્માને પણ 15 કરોડ રૂપિયા મળે છે, જ્યારે ટીમના મધ્યમ ક્રમને મજબૂત બનાવતા પાંડ્યા બ્રધર્સને 20 કરોડ રૂપિયાનો પગાર મળે છે. જ્યાં હાર્દિક પંડ્યાનો પગાર 11 કરોડ રૂપિયા જ્યારે કૃણાલ પંડ્યાનો પગાર 8.8 કરોડ રૂપિયા છે.
જ્યારે મુંબઈ ઈન્ડિયન્સના પેસર જસપ્રીત બુમરાહને 7 કરોડ, ઈશાન કિશનને 6.2 કરોડ અને કીરોન પોલાર્ડને 5.4 કરોડ રૂપિયાનો પગાર મળે છે. ટીમના ઉભરતા ખેલાડી સૂર્યકુમાર યાદવને 3.2 કરોડ રૂપિયા મળેછે જ્યારે આ સીઝનથી પોતાનું નામ પાછું લેનાર શ્રીલંકાન ખેલાડી લસિથ મલિંગાને 2 કરોડ મળતા હતા.

MI Vs CSK Probable Playing Xi (આવી હોય શકે પ્લેઈંગ ઈલેવન)
Chennai Super Kings: શેન વૉટ્સન, ફાફ ડૂપ્લેસિસ, કેદાર જાદવ, મહેન્દ્ર સિંહ ધોની, રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, સેમ કરન, પીયૂષ ચાવલા, દીપક ચહર, શાર્દુલ ઠાકુર
Mumbai Indians: રોહિત શર્મા, ક્વિંટન ડિકૉક, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશાન, કીરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, રાહુલ ચહર, ધવલ કુલર્ણી, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ
CSK Vs MI : ગયા વર્ષે ચેન્નઈ H2H એકેય મેચ નહોતી જીતી શકી, મુંબઈનું પલડું ભારે
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો