For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શોએબ અખ્તરની 'શરાફત' પર યુવરાજ સિંહે કર્યો પલટવાર, આપ્યો આવો જવાબ

શોએબ અખ્તરની 'શરાફત' પર યુવરાજ સિંહે કર્યો પલટવાર, આપ્યો આવો જવાબ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચે એશેજ સીરિઝની બીજી ટેસ્ટ મેચ ડ્રો થઈ પરંતુ તેનો અંતિમ દિવસ દર્દનાક રહ્યો. મહાન બેટ્સમેન સ્ટીવ સ્મિથ જ્યારે 80 રન પર રમી રહ્યા હતા ત્યારે જોફ્રા આર્ચરની 148.7 કિમી પ્રતિ કલાકની ગતિએ આવેલ બાઉન્સર તેના ગળા પર વાગ્યો. બોલ લાગતાં જ સ્મીથ નીચે પડી ગયો. મેચ જોઈ રહેલ દર્શકોના શ્વાસ થમી ગયા. ડર હતો કે ક્યાંક મોટી દુર્ઘટના ન સર્જાય, પરંતુ સદનસીબે થોડી વારમાં જ સ્મીથ ફરી ઉભો થયો, પરંતુ જ્યારે સ્મીથ નીચે પડ્યો ત્યારે આર્ચર હસવા લાગ્યો હતો. આ મામલે પાકિસ્તાનના ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ટ્વીટ કરી આર્ચરની ક્લાસ લગાવી.

શોએબે આર્ચરને ફટકાર લગાવી

શોએબે આર્ચરને ફટકાર લગાવી

શોએબ અખ્તરે બોલર હોવાને નાતે આર્ચરને તેની ફરજ યાદ અપાવવાની કોશશ કરી જેના પર પર ભારતના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે અખ્તરને ટ્રોલ કર્યો છે. જણાવી દઈએ કે અખ્તરે આર્ચર માટે ટ્વીટ કરતા કહ્યું કે, 'બાઉન્સર રમતનો ભાગ છે, પરંતુ જ્યારે પણ બોલ બેટ્સમેનના માથા પર લાગે છે અને તે નીચે પડી જાય છે તો બોલર તેના હાલચાલ પૂછે તે શિષ્ટાચાર છે. આર્ચરે સારું ન કર્યું, સ્મિથ દર્દથી પીડાતો હતો ત્યારે આર્ચર ત્યાંથી ચાલ્યો હતો. હું હંમેશા સૌથી પહેલા બેટ્સમેન સુધી પહોંચતો હતો.'

યુવરાજનો અખ્તર પર પલટવાર

યુવરાજનો અખ્તર પર પલટવાર

આ વાત પર યુવરાજ સિંહે અખ્તરને ટ્રોલ કર્યો છે. યુવરાજે અખ્તરના ટ્વિટનો જવાબ આપતા કહ્યું કે, 'હા, તમે બેટ્સમેનનો હાલ પૂછતા હતા. પરંતુ તમારા વાસ્તવિક શબ્દો રહેતા કે તમે ઠીક છો, કેમ કે હજુ થોડા બાઉન્સર આવશે.' જણાવી દઈએ કે શોએબ અખ્તર અને યુવરાજ સિંહ સાથે ક્રિકેટ રમી ચૂક્યા છે અને બંને વચ્ચે સારી મીત્રતા પણ છે. જો કે ક્રિકેટના મેદાન પર બંને હંમેશા એક પ્રતિદ્વંદીના રૂપમાં જોવા મળ્યા હતા. હાલમાં જ જ્યારે યુવરાજે સંન્યાસ લીધો હતો ત્યારે તેમણે માન્યું હતું કે તેમને અખ્તરનો સામનો કરવો હંમેશા મુશ્કેલી ભર્યું લાગ્યું.

આ એશેજ ટેસ્ટ ખાસ રહી

આ એશેજ ટેસ્ટ ખાસ રહી

જણાવી દઈએ કે સ્ટીવ સ્મિથ પહેલી ઈનિંગમાં 92 રન બનાવ્યા બાદ બીજી ઈનિંગમાં બેટિંગ કરવા નહોતા ઉતર્યા અને તેમની જગ્યાએ સ્થાનાપન્ન બેટ્સમેન માર્નસ લાબુશાનેને મેદાન પર ઉતારવામાં આવ્યો હતો. લાબુશાનેની એન્ટ્રી એક નિયમિત ખેલાડી તરીકે થઈ હતી, તેમણે સ્મિથની જગ્યાએ બેટિંગ કરી અને ફીફ્ટી પણ લગાવી. આની સાથે જ લાબુશાને ટેસ્ટ ઈતિહાસમાં પહેલા એવા બેટ્સમેન બની ગયા જેમને ટેસ્ટ મેચની વચ્ચે બેટિંગ કરવાનો મોકો મળ્યો.

<strong>કેએલ રાહુલે આકાંક્ષા સાથેના સંબંધ પર કર્યો ચોંકાવનારો ખુલાસો </strong>કેએલ રાહુલે આકાંક્ષા સાથેના સંબંધ પર કર્યો ચોંકાવનારો ખુલાસો

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
yuvaraj singh's hilariously reply to shoab akhtar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X