CWG 2022 : ટેબલ ટેનિસમાં ભારતને ગોલ્ડ, સિંગાપુર સામે ભારતની જીત!
ભારતની પુરુષ ટીમે શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં સિંગાપોરને હરાવ્યું હતું.બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ 2022નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ભારતની પુરુષ ટીમે શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં સિંગાપોરને હરાવ્યું હતું.

બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ 2022નું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેના પાંચમા દિવસે ભારતે ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે ફાઈનલ મેચમાં સિંગાપોરને 3-1થી હરાવ્યું હતું. ભારત માટે ડબલ્સમાં સાથિયાન જ્ઞાનસેકરન અને હરમીત દેસાઈએ યોંગ ઇઝાક ક્વેક અને યુ એન કોએન પેંગને હરાવી મજબૂત પ્રદર્શન કર્યું હતું. મેન્સ સિંગલ્સની મેચમાં હરમીત દેસાઈએ શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
ભારતના મેડલ વિજેતાઓ
ગોલ્ડ : મીરાબાઈ ચાનુ, જેરેમી લાલરિનુંગા, અંચિતા શ્યુલી, વિમેન્સ લૉન બોલ ટીમ, ટેબલ ટેનિસ મેન્સ ટીમ
સિલ્વર : સંકેત સરગરી, બિંદિયારાની દેવી, સુશીલા દેવી, વિકાસ ઠાકુર
બ્રોન્ઝ : ગુરુરાજા પૂજારી, વિજય કુમાર યાદવ, હરજિન્દર કૌર












Click it and Unblock the Notifications
