ધોની પર ભડક્યા પાકિસ્તાની ખેલાડીઓ

મોઇને કહ્યું કે 'મને કોઇ આશ્ચર્ય નથી કે આની પર આઇસીસીએ કઇ કહ્યું નહી. ભારતીય ક્રિકેટ બોર્ડને કઇ કહી શકે તેવી આઇસીસીમાં તાકાત નથી. જે રીતે ધોનીએ ડારની એમ્પાઇરીંગ પર સવાલ ઉઠાવીને દલીલ કરી તે યોગ્ય નથી.' મોઇને જણાવ્યું કે બીસીસીઆઇ પાસે રૂપિયા અને તાકાત બંને છે માટે આસીસીએ ધોનીને દંડીત ના કર્યો.
ઇંઝમામે કહ્યું કે ભારતીય ટીમના ખરાબ પર્ફોમન્સનો દોષ ધોની અંપાયરો પર ઉતારી રહ્યા છે. ઇંઝમામે જણાવ્યું કે 'મારુ માનવું છે કે ધોની એક અનુભવી કેપ્ટન અને ખેલાડી છે. તેમણે પોતાની ટીમની ભૂલોને સુધારવા પર ફોકસ કરવું જોઇએ. પોતાના ખેલાડીઓના નબળા પાસાને સુધારવું જોઇએ.'
તેણે જણાવ્યું કે આઇસીસીની નીતિ આ મામલે સ્પષ્ટ છે અને બધા જ કપ્તાનોને આનું પાલન કરવું જોઇએ. મને પણ ઘણીવાર અમ્પાયરો પર સવાલ પેદા કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. અહીં ધોનીએ ખુલ્લેઆમ આવું કર્યું પરંતુ તેની સામે કોઇ એક્શન લેવાઇ રહ્યું નથી.












Click it and Unblock the Notifications
