રાંચીમાં ધોનીના ઘર પર ફેંકાયા પત્થરો!
રાંચી, 23 ઓક્ટોબર: કેટલાંક અજાણ્યા શખ્શોએ રાંચીમાં ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીના ઘર પર પત્થર મારો કર્યો છે. ઘટના ગઇકાલે એટલે કે બુધવારની છે. આ દિવસે ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે ચોથી વનડે મેચ રમી રહી હતી. ઘટનામાં કોઇ નુકસાનના સમાચાર નથી.
કહેવામાં આવી રહ્યું છે કે લોકોએ ધોનીના ઘર પર પત્થર ફેંક્યા, જોકે આ ઘટનામાં કોઇ ઘાયલ નથી થયું. ભારત-ઓસ્ટ્રેલિયા વનડે મેચ દરમિયાન આ ઘટના બનવા પામી હતી. જોકે મહેન્દ્ર સિંહ ધોનીના પરિવારે એ વાતનો ઇનકાર કર્યો છે કે આ ઘટનાને મેચ સાથે કોઇ લેવાદેવા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે શ્રેણી ચાલી રહી છે. તેમજ ભારતે છેલ્લી બે મેચોમાં ખરાબ પ્રદર્શન કર્યું છે. તેમજ એક મેચમાં ઇશાંત શર્મા દ્વારા ખરાબ ઓવર કરવા બદલ ભારતે એક મેચ ગુમાવવી પડી હતી. તેમ છતાં ધોનીએ ઇશાંતને બાકીની મેચોમાં ટીમમાં રાખવાનો નિર્ણય કર્યો હતો. તેના આ નિર્ણય માટે કોઇ ક્રિકેટ પ્રેમીએ આ પત્થરમારો કર્યો હોય તેવી અટકળો છે.












Click it and Unblock the Notifications
