For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

FIFA વર્લ્ડકપ 2014: સ્પેનને ચિલીએ 0-2થી આપી માત, વર્લ્ડકપથી બહાર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

football
નવી દિલ્હી, 19 જૂન: બ્રાજીલમાં ચાલી રહેલા ફૂટબોલ વર્લ્ડકપમાં આજે એક અનપેક્ષિત પરિણામ સામે આવ્યા. તાજેતરની ચેમ્પિયન સ્પેન ચિલીથી 0-2થી હારીને વર્લ્ડકપથી બહાર થઇ ગઇ છે.

પોતાની પ્રથમ મેચ નેધરલેંડથી 1-5થી હાર્યા બાદ સ્પેનની ટીમ રિયો ડિ જિનેરોમાં રમવામાં આવેલી પોતાની બીજી મેચમાં ચિલી સામે 0-2થી હારી ગઇ. મેચ પહેલાં કોઇએ વિચાર્યું ન હતું કે આ વર્લ્ડકપમાં સ્પેનને આટલી મોટી આકરી હારનો સામનો કરવો પડશે. સ્પેન માટે આ મેચ 'કરો યા મરો' જેવો હતો. જેમાં તેની હાર થઇ ગઇ છે.

ચિલીએ શરૂથી જ એકદમ આક્રમક રમત રમી. 20મી મિનિટમાં ચિલીના વારગાસે કોઇપણ ભૂલ કર્યા વિના ગોલ કરી પોતાની ટીમને 1-0થી બઢત અપાવી. સ્પેને બરાબરી કરવાનો પુરતો પ્રયત્ન કર્યો, તે નિષ્ફળ રહ્યો.

43 મિનિટમાં ચિલીના એલેક્સ સાંચેજના શોટને સ્પેના ગોલકીપર ઇકર કાસિયાસે રોક્યો, પરંતુ બોલને રીબાઉન્ડા પર ચિલીના ચારલેસ એંરિગીસે ગોલમાં નાખીને પોતાની ટીમની જીત નિશ્વિત કરી દિધી. સેંકડ હાફમાં સ્પેને આક્રમક વલણ અપનાવ્યું, પરંતુ ત્યાં સુધી ખૂબ મોડું થઇ ગયું હતું.

અંતિમ 16માં પહોંચી નેધરલેંડની ટીમ
ગ્રુપ બીના એક કેસમાં નેધરલેંડે ઓસ્ટ્રેલિયાને 3-2થી હરાવીને ટૂર્નામેંટની સતત બીજી પ્રાપ્ત કરી. પોતાના પ્રથમ ગ્રુપ મેચમાં ગત વિજેતા સ્પેનને 5-1થી હરાવનાર નેધરલેંડને વર્લ્ડકપની સૌથી નિચલી રેકિંગવાલી ઓસ્ટ્રેલિયા ટીમ સામે ખૂબ મહેનત કરવી પડી. આ જીતની સાથે નેધરલેંડના આગામી ચરણમાં જવું નક્કી છે.

English summary
Defending champion Spain, the dominant global football power for the past six years, was eliminated from World Cup contention Wednesday with a 2-0 loss to Chile.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X