IPL સ્પૉટ ફિક્સિંગ: પૂર્વ રણજી ક્રિકેટર બાબૂરાવની ધરપકડ

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બાબૂરાવ યાદવની ગઇકાલે દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી. અજીત ચંદીલા સાથે તેના સંબંધો અંગે પુછપરછ કરવામાં આવી હતી. બાબૂરાવ યાદવે જ અજીત ચંદીલાની સુનીલ ભાટિયા સાથે મુલાકાત કરાવી હતી. જેની પહેલાંથી ધરપકડ કરવામાં આવી છે.
અત્યાર સુધીમાં કુલ 18 લોકોની આ કેસમાં ધરપકડ કરવામાં આવ્યાં છે જેમાં ત્રણ આઇપીએલ ખેલાડી, ચાર પૂર્વ ખેલાડી અને 11 સટોડીયા અને તેમના સાથીઓનો સમાવેશ થાય છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ધરપકડ કરવામાં આવેલા ત્રણ ખેલાડીઓ એસ શ્રીસંત, અજીત ચંદીલા અને અંકિત ચૌહાણની કસ્ટડી વધારવાની માંગણી કરી રહ્યાં છે. ત્રણેય ખેલાડીઓ અને બધા આરોપી બુકીને મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
