પાંચ વર્ષ બાદ ભારત આવશે પાક. ક્રિકેટ ટીમ

india pakistan
નવી દિલ્હી, 30 ઓક્ટોબર: ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ પ્રેમિઓ માટે ખુશીના સમાચાર છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે પાકિસ્તાન ક્રિકેટ ટીમને ભારત પ્રવાસ માટે મંજૂરી આપી દીધી છે. પાંચ વર્ષ બાદ પાકિસ્તાની ક્રિકેટ ટીમ ભારતમાં આવીને મેચ રમશે. આ મેચ 22 ડિસેમ્બરથી 7 જાન્યુઆરીની વચ્ચે થશે.

બંને ટીમ વચ્ચે ડિસેમ્બર-જાન્યુઆરીમાં ત્રણ એકદિવસીય અને બે ટ્વેન્ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોની શ્રેણી રમાશે. આ મેચ કોલકત્તા, બેંગલૂરૂ, ચેન્નાઇ અને અમદાવાદ ખાતે રમાશે.

આ પહેલા બંને દેશો વચ્ચે છેલ્લે 2007-08માં દ્વિપક્ષીય શ્રેણીનું આયોજન કરાયું હતું. આ શ્રેણી ભારતમાં આયાજીત કરાઇ હતી. ત્યારબાદ ભારતીય ટીમને વર્ષ 2009માં પાકિસ્તાન પ્રવાસ કરવાનો હતો પરંતુ 26 નવેમ્બર 2008ના રોજ મુંબઇ પર આતંકવાદી હુમલો થયો જેના પગલે આ પ્રવાસ રદ કરાયો. ત્યારબાદથી આ બંને દેશો વચ્ચે કોઇ શ્રેણી રમાઇ જ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X