GT vs KKR : 2 ઓવરમાં 45 રન ફટકાર્યા, ગુજરાત માટે વિજય શંકરની સૌથી ઝટપી અડધી સદી

આઈપીએલમાં લાંબા સમય બાદ ફરી એક વિજય શંકરે બેટથી જબરદસ્ત કરી છે. લાંબા સમયથી બેટિંગને લઈને ટીકાનો સામનો કરી રહેલા વિજય શંકરે બેટિંગથી જવાબ આપ્યો છે. હવે વિજય શંકર IPLમાં ગુજરાત માટે સૌથી ઝડપી અડધી સદી ફટકારનારો ખેલાડી બની ગયો છે. હવે ફેન્સ પણ સોશિયલ મીડિયા પર વિજય શંકરની ઇનિંગના જોરદાર વખાણ કરી રહ્યા છે.

GT vs KKR

ચેન્નાઈ સુપર કિંગ્સ માટે અજિંક્ય રહાણેએ માત્ર 19 બોલમાં અડધી સદી ફટકારી હતી. હવે બીજી જ મેચમાં વિજય શંકરે ધમાકેદાર ઇનિંગ રમી છે. વિજય શંકરે KKR સામે માત્ર 21 બોલમાં અડધી સદી ફટકારી છે. વિજય શંકરે છેલ્લી ઓવરમાં ધમાકેદાર બેટિંગ કરતા 24 બોલમાં અણનમ 63 રન ફટકાર્યા હતા.

KKR સામે ગુજરાત ટાઇટન્સે છેલ્લી બે ઓવરમાં 45 રન બનાવ્યા. ગુજરાતના બેટ્સમેનોએ લોકી ફર્ગ્યુસનની 19મી ઓવરમાં 25 રન ફટકાર્યા. ત્યારબાદ શાર્દુલ ઠાકુરની છેલ્લી ઓવરમાં ગુજરાતની ટીમ 20 રન બનાવવામાં સફળ રહી હતી. હવે ગુજરાતે KKR સામે 205 રનનો ટાર્ગેટ રાખ્યો છે. છેલ્લી મેચમાં KKRએ RCBને હરાવ્યું હતું. હવે KKR જીત માટે બેટિંગ કરવા ઉતરી છે.

ગુજરાત ટાઇટન્સ તરફથી વિજય શંકર ઉપરાંત સાઇ સુદર્શને પણ અડધી સદી ફટકારી. સાઇએ ટીમ માટે 38 બોલમાં 53 રનની ઇનિંગ રમી. આ ઇનિંગમાં તેણે ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા ફટકારવાનું કામ કર્યું હતું. આ સિવાય શુભમન ગિલે પણ 39 રનની ઇનિંગ રમી હતી. KKR તરફથી સુનીલ નારાયણ સૌથી સફળ બોલર રહ્યો. સુનીલ નારાયણે ત્રણ વિકેટ લીધી હતી અને સુયશ શર્મા એક વિકેટ લેવામાં સફળ રહ્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X