તસવીરોઃ મોહાલીમાં ઇશાંતે ધોનીની સદી પર ફેરવ્યુ પાણી

મોહાલી, 20 ઓક્ટોબરઃ ઓસ્ટ્રેલિયાએ મોહાલીમાં રમાયેલી ત્રીજી વનડેમાં ભારતને ચાર વિકેટથી હરાવીને સીરીઝમાં 2-1થી આગળ વધી ગયા છે. ભારતના 303 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ ફાકનર દ્વારા કરવામાં આવેલા 48માં ઓવરમાં 30 રન ફટકારીને ભારતના હાથમાંથી જીતનો કોળિયો છીનવી લીધો હતો. ભારત માટે ઇશાંત શર્મા સૌથી ખર્ચાળ બોલર સાબીત થયો હતો.

ઓસ્ટ્રેલિયા તરફથી એડમ વોગ્સ સૌથી સફળ બેટ્સમેન રહ્યાં. તેમણે 76 રન બનાવ્યા હતા. મેચનો હીરો રહ્યો ઓસ્ટ્રેલિયા તરફથી 7માં નંબર પર બેટિંગ કરનાર આવેલો જેમ્સ ફાકનર, તેણે 24 બોલમા અડધી સદી ફટકારીને ભારતની જીતની આશા પર પાણી ફેરવી દીધું. ફાકનરે પાંચ છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 29 બોલમાં 64 રન ફટકાર્યા અને ઇશાંતની એક ઓવરમાં 30 રન બનાવી જીતને આસાન બનાવી દીધી હતી. તો ચાલો તસવીરો થકી મોહાલીમાં રમાયેલી મેચની હાઇલાઇટ પર એક નજર ફેરવીએ.

જેમ્સ ફાકનરની શાનદાર ઇનિંગ

જેમ્સ ફાકનરની શાનદાર ઇનિંગ

જેમ્સ ફાકનરે 29 બોલમાં શાનદાર 64 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે પાંચ છગ્ગા અને બે ચોગ્ગા ફટકાર્યા હતા. જેના કારણે રસાકસી ભરી મેચમાં ઓસ્ટ્રેલિયા 49.3 ઓવરમાં 304 રનનો લક્ષ્યાંક હાંસલ કરવામાં સફળ રહ્યું હતું. આ સાથે જ ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં 2-1થી આગળ થઇ ગયું છે.

ફાકનરના એક ઓવરમાં ચાર છગ્ગાને એક ચોગ્ગો

ફાકનરના એક ઓવરમાં ચાર છગ્ગાને એક ચોગ્ગો

વોગ્સે ઓસ્ટ્રેલિયા તરફથી સર્વાધિક 76 રનની ઇનિંગ રમવામાં આવી હતી. આ અનણમ ઇનિંગમાં તેણે 88 બોલમાં સાત ચોગ્ગા ફટકાર્યા હતા. ફાકનરે પણ જોરદાર બેટિંગ કરતા 1 ઓવરમાં એક ચોગ્ગો અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. આ ઓવરમાં તેણે 4, 6, 6, 2, 6, 6 રન ફટકાર્યા હતા.

 ઇશાંત શર્માની ઓવર બની ટર્નિંગ પોઇન્ટ

ઇશાંત શર્માની ઓવર બની ટર્નિંગ પોઇન્ટ

ઇશાંત શર્મા દ્વારા નાંખવામાં આવેલી 48મી ઓવર ટર્નિંગ પોઇન્ટ સાબિત થઇ હતી. ઇશાંતની ઓવરમાં ફાકનરે 30 રન ફટકાર્યા હતા. એ સમયે 18 બોલમાં 44 રનની જરૂર હતી અને ઇશાંત શર્માની ઓવર બાદ 12 બોલમાં 14 રનની જરૂર હતી.

ફાકનરે વિનયની ઓવરમાં છગ્ગો ફટકારી મેચ જીતી

ફાકનરે વિનયની ઓવરમાં છગ્ગો ફટકારી મેચ જીતી

વિનય કુમાર દ્વારા નાંખવામાં આવેલી અંતિમ ઓવરમાં ફાકનરે છગ્ગો ફટકારીને મેચ જીતી હતી. આ પહેલીવાર છે કે, ભારત સામે ઓસ્ટ્રેલિયાએ સફળતાપૂર્વક 300થી વધુનો લક્ષ્યાંક પાર કર્યો છે. નોંધનીય છે કે, ફાકનરે જ્યારે અંતિમ ઓવર નાંખી હતી ત્યારે ધોનીએ 21 રન ફટકાર્યા હતા.

ધોનીએ નવમી સદી ફટકારી

ધોનીએ નવમી સદી ફટકારી

ધોનીએ કારકિર્દીની નવમી સદી ફટકારી છે. નોંધનીય છે કે, 2012માં પાકિસ્તાન વિરુદ્ધ ફટકારેલા અણનમ 113 રન બાદ ધોનીની આ પહેલી સદી છે. ધોનીએ મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામે 121 બોલમાં 12 ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 139 રન બનાવ્યા છે.

સુકાની તરીકે પાંચ હજાર રન

સુકાની તરીકે પાંચ હજાર રન

આ સદી સાથે જ ધોનીએ એક બીજો રેકોર્ડ પણ નોંધાવ્યો છે. ધોનીએ સુકાની તરીકે 5 હજાર રન પૂરા કર્યા છે. આ રેકોર્ડ કરનાર તે સાતમો ભારતીય અને ત્રીજો ભારતીય સુકાની છે. ધોની પહેલા આ સિદ્ધિ મહમ્મદ અઝહરુદ્દિન અને સૌરવ ગાંગુલીએ હાંસલ કરી છે.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સર્વાધિક સ્કોર

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સર્વાધિક સ્કોર

ધોનીએ મોહાલી ખાતે અણનમ 139 રન બનાવ્યા બાદ વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. 139 રન સાથે ધોની ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સર્વાધિક રન બનાવનાર સુકાની બની ગયો છે. તેણે પોતાનો જ 124 રનનો રેકોર્ડ તોડ્યો છે.

મોહાલીમાં ભારતીયની સદી

મોહાલીમાં ભારતીયની સદી

આ સાથે એક અનોખો રેકોર્ડ પર નોંધાયો છે. મોહાલીમાં અત્યારસુધી એકપણ ભારતીય ખેલાડી સદી નોંધાવી શક્યો નથી. ધોનીએ ગઇ કાલની સદી ફટકાર્યા બાદ તે મોહાલીમાં સદી ફટકારનાર પહેલો ભારતીય બની ગયો છે. આ પહેલા આ મેદાન પર સચિને 99 રનની ઇનિંગ રમી હતી.

ભારતનો પહેલો છગ્ગો

ભારતનો પહેલો છગ્ગો

ભારત તરફથી પહેલો છગ્ગો ધોની દ્વારા 41મી ઓવરમાં ફટકારવામાં આવ્યો હતો, ધોનીનો કેચ જ્યોર્જ બેલી દ્વારા 105 રને છોડવામાં આવ્યો હતો. ત્યારબાદ ધોની અને આર વિનય કુમાર વચ્ચે નવમી વિકેટ માટે 12 બોલમાં 32 રનની ભાગીદારી નોંધાઇ હતી. આ તમામ 32 રન ધોની દ્વારા બનાવવામાં આવ્યા હતા.

વિરાટની શાનદાર અડધી સદી

વિરાટની શાનદાર અડધી સદી

એક તરફ ભારતીય ક્રિકેટ ટીમની બેટિંગ લાઇન લથડી પડી હતી ત્યારે બીજી તરફ વિરાટ કોહલીએ શ્રેષ્ઠ ઇનિંગ રમતા અડધી સદી ફટકારી હતી. કોહલીએ 73 બોલમાં નવ ચોગ્ગા સાથે 68 રન બનાવ્યા હતા. આ તેની 26મી વનડે અડધી સદી હતી.

વનડે શ્રેણીમાં વિરાટના સર્વાધિક રન

વનડે શ્રેણીમાં વિરાટના સર્વાધિક રન

આ સાથે જ તે વિરાટ કોહલી વનડે શ્રેણીમાં સર્વાધિક રન બનાવનાર ખેલાડી બની ગયો છે. 3 મેચમાં તેણે 229 રન બનાવ્યા હતા. કોહલીએ ત્રણ મેચમાં 61, 100 અને 68 રન ફટકાર્યા છે.

ભારતની કફોડી સ્થિતિ

ભારતની કફોડી સ્થિતિ

મોહાલીમાં ભારતની કફોડી સ્થિતિ ત્યારે થઇ હતી, જ્યારે ભારતે 13 ઓવરમાં 76 રનમાં ચાર વિકેટ ગુમાવી હતી. કોહલી અને ધોનીએ પાંચમી વિકેટ માટે 72 રન ઉમેર્યા હતા.

સાતમી વિકેટ માટે 76 રનની ભાગીદારી

સાતમી વિકેટ માટે 76 રનની ભાગીદારી

ભારત માટે સાતમી વિકેટની ભાગીદારી ધોની અને આર અશ્વિન વચ્ચે નોંધાઇ હતી. આ ભાગીદારી 11.1 ઓવરમાં 76 રનની હતી.

જ્હોનસને મેળવી સર્વાધિક વિકેટ

જ્હોનસને મેળવી સર્વાધિક વિકેટ

ડાબોડી બોલર મિશેલ જ્હોનસને 10 ઓવરમાં 46 રનમાં ચાર વિકેટ મેળવી હતી, જ્યારે ભારત તરફથી આર વિનય કુમારે 8.3 ઓવરમાં 50 રન આપીને બે વિકેટ મેળવી હતી. જ્હોનસને બે બોલમાં બે વિકેટ મેળવીને ભારતની હાલત કફોડી કરી નાંખી હતી. જ્હોનસને સુરેશ રૈના અને યુવરાજ સિંહની મહત્વની વિકેટ મેળવી હતી.

ઓપનિંગ જોડી નિષ્ફળ

ઓપનિંગ જોડી નિષ્ફળ

ભારતે પોતાની ઓપનિંગ જોડીને બહુ ઝડપથી ગુમાવી દીધી હતી. ધવન 8 રન બનાવીને અને રોહિત 11 રન બનાવ્યા હતા. પહેલા પાવર પ્લેમાં ભારતે 2 વિકેટ ગુમાવીને 60 રન બનાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયાના સુકાનીએ સતત ત્રણ વખત ટોસ જીત્યો

ઓસ્ટ્રેલિયાના સુકાનીએ સતત ત્રણ વખત ટોસ જીત્યો

ઓસ્ટ્રેલિયાના સુકાની બેલીએ સતત ત્રણ વખત ટોસ જીત્યો હતો. બન્ને ટીમમાં કોઇપણ પ્રકારનો ફેરબદલ કરવામાં આવ્યો નહોતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X