For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હોકી વર્લ્ડ લીગઃ ભારતીય મહિલા ટીમની સતત બીજી જીત

By Super
|
Google Oneindia Gujarati News

hockey
નવી દિલ્હી, 20 ફેબ્રુઆરીઃ ભારતની મહિલા ટીમે મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં રમાઇ રહેલી હીરો એચઆઇએચ હોકી વર્લ્ડ લીગ રાઉન્ડ 2માં સતત બીજી જીત નોંધાવી છે. પોતાના પહેલા રાઉન્ડમાં કજાકિસ્તાનને 8-0ના મોટા અંતરથી હરાવનાર ભારતીય મહિલા ટીમે મંગળવારે મલેશિયાને 3-0થી પરાજય આપ્યો હતો.

ભારત માટે વંદના કટારિયાએ 9 અને 38મી મિનિટે ગોલ કર્યા જ્યારે રાની રામપાલે 65મી મિનિટે ત્રીજો ગોલ કર્યો. રામપાલે ફિલ્ડ ગોલ કર્યો. વંદનાએ પહેલો ગોલ પનલ્ટી કોર્નર પર કર્યો હતો જ્યારે બીજો ફિલ્ડ ગોલ કર્યો હતો. વિશ્વ રેન્કિંગમાં ભારત અને મલેશિયા વચ્ચે 11 સ્થાનનું અંતર છે. તેવામાં આશા હતી કે ભારતીય મહિલા ટીમ મલેશિયા પર સહેલાયથી જીત નોંધાવશે પરંતુ મલેશિયાના ખેલાડીઓએ એવું થવા દીધું નહીં. તેમણે ભારતને જોરદાર ટક્કર આપી અને પહેલા હાફમાં માત્ર એક જ ગોલ કરવા દીધો. આ ગોલ નવ મિનિટ પર હાંસલ પેનલ્ટી કોર્નર પર વંદનાએ કર્યો.

બીજા હાફમાં ભારત બે ગોલ કરવામાં સફળ રહ્યું. 38મી મિનિટ પર વંદનાના શાનદાર ફિલ્ડ ગોલની મદદથી પોતાની ટીમને 2-0થી આગળ કરી દીધી. એવું લાગી રહ્યું હતું કે ભારતે આ જ અંતરની જીતથી સંતોષ કરવો પડશે પરંતુ રામપાલે 65મી મિનિટે ફિલ્ડ ગોલ થકી ભારતને 3-0થી બઢત અપાવી હતી. છ ટીમની યાદીમાં ભારત અને જાપાને છ-છ અંક છે પરંતુ ગોલના અંતરે જાપાન પહેલા સ્થાન પર છે, મંગળવારે પોતાની બીજી લીગ મેચમાં તેણે કજાકિસ્તાનને 11-0થી હરાવ્યું હતું.

English summary
India Women team notched up its 2nd consecutive win in Round 2 of Women's Hero Hockey World League beating Malaysian women by 3-0 in a match played at the Major Dhyan Chand National Stadium on Tuesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X