For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેદાન પર ઉતર્યા દ્રવિડ-સચિન ને થઇ વખાણોની વણઝાર

By Super
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 7 ઓક્ટોબરઃ જે રીતે બૉલીવુડમા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કહીંને મહોમ્મદ રફી, મુકેશ અને કિશોર દાને સંબોધવામાં આવતા હતા, તેવી જ રીતે ભારતીય ક્રિકેટમાં પણ આવી એક જોડી છે. ભારતીય ક્રિકેટમાં બ્રહ્મા(સચિન), વિષ્ણુ(સૌરવ ગાંગુલી) અને મહેશ(રાહુલ દ્રવિડ). વિષ્ણુએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધે સમય થઇ ગયો છે. જ્યારે બ્રહ્મા અને મહેશ ગઇ કાલે રમાયેલી ચેમ્પિયન્સ લીગની મેચ સુધી ક્રિકેટમાં સક્રિય હતા. જો કે, સચિને હજુ ટેસ્ટ ક્રિકેટને અલવીદા કહીં નથી, પરંતુ ગઇ કાલની મેચ સચિનની અંતિમ ટી20 મેચ હતી, જ્યારે રાહુલ દ્રવિડે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઇ લીધી છે.

rahul-dravid
ભારતીય ક્રિકેટના બે મહાન ખેલાડી જ્યારે આ રીતે મેદાન પર ઉતર્યા હોય ત્યારે સ્વાભાવિક પણે મેદાનના માહોલમાં ઉષ્ણતા અને ભાવુકતા છવાઇ જાય છે. આવું જ કંઇક ગઇ કાલે દિલ્હીના ફિરોજ શાહ કોટલા મેદાન પર જોવા મળ્યું હતું. વિશ્વ ક્રિકેટમાં અભૂતપૂર્વ યોગદાન આપનારા વિશ્વના બે મહાન ખેલાડી સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ જ્યારે મેદાન પર પોતાની અંતિમ મેચ રમવા માટે ઉતર્યા ત્યારે બન્ને એકબીજાના વખાણ કરતા થાક્યા નહોતા. ચેમ્પિયન્સ લીગ ટી20ની ફાઇનલ પહેલા બન્નેએ એકબીજાને પોતાના પ્રેરણાસ્ત્રોત બતાવ્યા હતા.

સચિને તેંડુલકરે કહ્યું કે, તેમની દરેક ટીમમાં નંબર ત્રણ પર દ્રવિડ ઉતરશે. બીજી તરફ દ્રવિડે કહ્યું કે, તેંડુલકર હંમેશા તેમના પ્રેરણાસ્ત્રોત રહ્યાં છે. તેંડુલકરે કહ્યું કે, હું પહેલીવાર દ્રવિડ સાથે એક ટીમમાં 1995માં ચેલેન્જર ટ્રોફીમાં રમ્યો હતો. ત્યારે હું ટીમનો સુકાની હતો. તેમની ટેક્નિક એટલી સારી છે કે, હું તેમના પર આંખો બંધ કરીને વિશ્વાસ કરી શકુ છુ. મારી કોઇપણ ટીમ હશે તો તેમાં નંબર ત્રણ પર દ્રવિડ જ રમશે.

દ્રવિડને ઉમરમાં પોતાનાથી બે મહિના નાના તેંડુલકર અંગે કહ્યું કે, હું ઉમરમાં તેનો સિનિયર હોઇ શકુ છુ, પરંતુ ક્રિકેટમાં તે મારા કરતા સાત વર્ષ સિનિયર છે અનિ હું હંમેશા મારા માટે તેમને પ્રેરણાસ્ત્રોત માનતો રહ્યો છું. તેંડુલકર અને દ્રવિડની જુગલબંદી ક્રિકેટના મેદાન પર જગજાહેર છે. તેમણે 146 ટેસ્ટ અને 245 વનડે મેચોમાં એકબીજાનો સાથ આપ્યો છે. ટેસ્ટ મેચોમાં 6920 રન એખ બીજા સાથે મળીને જોડ્યા છે. કોઇપણ બે બેટ્સમેનો વચ્ચેની ભાગીદારીનો આ વિશ્વ રેકોર્ડ છે.

વનડે આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ આ બન્નેએ સાથે મળીને 98 વનડેમાં 4117 રનની ભાગીદારી નોંધાવી છે. જેમાં 11 શતકીય ભાગીદારી છે. આ બન્નેએ ન્યુઝિલેન્ડ વિરુદ્ધ 8 નવેમ્બર 1999એ હૈદરાબાદમાં બીજી વિકેટ માટે 331 રન જોડ્યા હતા, જે આજે પણ એક વિશ્વ રેકોર્ડ છે.

English summary
Tendulkar's final T20 act and Dravid's last hurrah in competitive cricket were the talking points at the Feroz Shah Kotla as the two legends got together though in the colours of Mumbai Indians and Rajasthan Royals.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X