ICCએ મયપ્પન અને બુકીઓના સંબંધો અંગે BCCIને ચેતવ્યું હતું

bcci
નવી દિલ્હી, 31 મે : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી)એ બોર્ડ ફોર ક્રિકેટ કન્ટ્રોલ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ને બોર્ડના અધ્યક્ષ એન શ્રીનિવાસનના જમાઇ ગુરુનાથ મયપ્પન અને બુકીઓ વચ્ચેના સંબંધો અંગે ચેતવણી આપી હતી. આઇસીસીના ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ મયપ્પન અને બુકીઓ વચ્ચેના સંબંધોની ભાળ મેળવી હતી અને બીસીસીઆઇને ચેતવ્યું હતું.

સૂત્રોનું કહેવું છે કે આઇસીસીના ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ આઇપીએલ 6 શરૂ થઇ એ પહેલા જ બીસીસીઆઇને આ અંગે માહિતી આપી હતી. આમ છતાં બીબીસીઆઇ આ મામલે કેમ નિષ્ક્રિય રહ્યું તે પ્રશ્નો હવે ઉઠી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં મયપ્પનની ધરપકડ ફિક્સિંગ મામલે કરવામાં આવી છે.

આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગ મુદ્દે નવી દિલ્હી પોલીસ અને મુંબઇ પોલીસ દેશભરમાં છાપા મારીને વિગતો મેળની અને તેની ઉંડી તપાસ કરીને શોધખોળ ચલાવી રહી છે. આ દિશામાં તેમને સફળતા પણ મળી છે.

ઉલ્લેખનીય છે કે બીસીસીઆઇએ સ્પોટ ફિક્સિંગની તપાસ કરવા માટે રચેલી ત્રણ સભ્યોના તપાસ પંચે ગુરુનાથ મયપ્પન, ચેન્નાઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની ફ્રેન્ચાઇઝીના માલિકોની પણ તપાસ કરવાનો નિર્ણય લીધો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X