• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાડેજા-એન્ડરસન વિવાદઃ ચેપલે આઇસીસીને મુર્ખ ગણાવ્યું

|

બેંગ્લોર, 16 જુલાઇઃ પૂર્વ ઓસ્ટ્રેલિયન સુકાની ઇયાન ચેપલનું માનવું છેકે ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી દરમિયાન રવિન્દ્ર જાડેજા અને જેમ્સ એન્ડરસન વચ્ચે જે વિવાદ વકરી રહ્યો છે, તેની પાછળનું કારણ આઇસીસી દ્વારા આ પ્રકારના મુદ્દે પૂરતા અને સાચા નિર્ણય લેવામાં નથી આવી રહ્યાં છે. નોંધનીય છેકે, ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાયેલી શ્રેણીની પહેલી ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને ગાળ ભાંડવા અને ધક્કો મારવાના ચાર્જ ઇંગ્લેન્ડના ઝડપી બોલર જેમ્સ એન્ડરસન પર લગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ- વિશ્વના સૌથી વધુ કમાણી કરતા 25 ખેલાડીઃ ધોની 22માં નંબરે

આ પણ વાંચોઃ- ભારત સામે સ્પિન બોલિંગઃ કેર્રિગનને લઇને પૂર્વ ઇંગ્લિશ સુકાની ચિંતિત

આ પણ વાંચોઃ- ભારત સામે શ્રેષ્ઠ બોલિંગ કરવા માગે છે આ ઇંગ્લિશ સ્પિનર

ઇયાન ચેપલે કહ્યું છેકે, આઇસીસીએ આ રોકવું જોઇએ અને ફરીથી શરૂઆત કરવી જોઇએ, તે સારુ કરી રહ્યાં નથી. જ્યારે હું રમી રહ્યો હતો ત્યારે પણ સારું નહોતી. મને જણાવો કે છેલ્લે ક્યારે ક્રિકેટ જેવી રમત માટે તેમણે રસ દાખવીને કોઇ નિર્ણય કર્યો હોય. નિર્ણયો પૈસા આધારિત બનાવવામાં આવી રહ્યાં છે. ભારતીય ટીમના મેનેજર સુનિલ દેવ દ્વારા કરવામાં આવેલી ફરિયાદના પગલે એન્ડરસન પર આઇસીસી આચારસિંહતાના ત્રીજા લેવલનો ચાર્જ લગાવવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ- ટેસ્ટ રેન્કિંગઃ કોહલી ટોપ ટેનમાંથી ફેંકાયો, ભુવનેશ્વરે માર્યો કૂદકો

આ પણ વાંચોઃ- 'કોહલીને સોંપો સુકાન, ધોની નથી સારો ટેસ્ટ સુકાની'

ચેપલે કહ્યું કે, જૂની સિસ્ટમ અનુસાર ડ્રિન્ક્સ દરમિયાન મેદાન પર જ એ વિવાદ અંગે ચર્ચા કરીને તેનું નિરાકરણ લાવવાની રીત સારી હતી. તમારે આ વાતને ધ્યાનમાં રાખવી જોઇએ કે બન્ને ટીમના ખેલાડીઓ પોતાની ટીમને વિજયી બનાવવા માટે રમતા હોય છે. તેથી એ સિસ્ટમની સારી બાબત એ હતી કે બીજા દિવસે ફરીથી તમે એ જ પ્રમાણે મુકાબલાની શરૂઆત કરી શકતા હતા. ઓન ધ ફિલ્ડ શુ થયું હતું તેની લાંબી અસર રહેતી નહોતી. હવે તેમણે આ મુદ્દાના નિરાકરણ માટે નવો માર્ગ શોધવો જોઇએ.

આઇસીસી મુર્ખ છે

આઇસીસી મુર્ખ છે

ચેપલે કહ્યું છેકે બોલવું એ આક્રમકતાની નિશાની નથી. સામન્ય રીતે જે લોકો પોતાનું મોઢું બંધ રાખે છે તે બહાદૂર છે. તેની અંદર બહાદૂરી વધારે હોય છે. આઇસીસી મુર્ખ છે કે જે વસ્તુઓને પોતાના હાથમાં જતી કરી રહી છે. હું ગાળાગાળી અંગે વાત નથી કરી રહ્યો પરંતુ હું વાત કરી રહ્યો છું, આંખોથી આંખો સાથેના વાર્તાલાપની.

અમ્પાયરે નિવેડો લાવવો જોઇએ

અમ્પાયરે નિવેડો લાવવો જોઇએ

ચેપલે જણાવ્યું છેકે, જો આ મારી સાથે થયું હોત તો હું બોલરને કહીં દેત કે આ લાંબા દિવસ સુધી ચાલશે, કારણ કે હું તારો સામનો નથી કરી રહ્યો. અમ્પાયરે જાણવું જોઇએ કે હું ખુશ નથી. હું અમ્પાયરને આ અંગે વાત કરું અને કહું કે વાતનો નિવેડો લાવો. જો તે વાતનો નિવેડો લાવી ના શકે તો હું કાયદાને મારા હાથમાં લઇ લઉં.

ખેલાડીઓને મેદાન પર વાત કરવા દો

ખેલાડીઓને મેદાન પર વાત કરવા દો

તેમણે કહ્યું કે, અમ્પાયરે ખેલાડીઓને મેદાન પર ચર્ચા કરી લેવા દેવી જોઇએ, જેનાથી તેઓ વ્યક્તિગત લેશે અને આપણે મુક્કેબાજીમાં પરિણામ જોઇશું. કારણ કે જો કોઇ આપણને વ્યક્તિગત રીતે કંઇ કહે તો આપણે જાણીએ છીએ કે આપણે જેતે સમયે તેની સાથે મુક્કેબાજી કરી લઇએ છીએ.

જો બેટ હાથમાં હોય તો ખતરનાક

જો બેટ હાથમાં હોય તો ખતરનાક

તેમણે કહ્યું કે, આવા સમયે જો હાથમાં બેટ હોય તો તે ખતરનાક છે. તમે બધાએ જાવેદ મિયાંદાદ અને ડેનિસ લિલીની તસવીરો જોઇ હશે. લિલીએ જાવેદને કિક મારી હતી જેના જવાબમાં જાવેદે તેની સામે બેટ ઉગામ્યું હતું. આવું થતું રહે છે.

English summary
Former Australian captain Ian Chappell feels incidents like the alleged fracas between Ravindra Jadeja and James Anderson in the India-England Test series are increasing because the ICC has not been good enough while deciding on such issues.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more