ચેમ્પિયન્સ ટ્રોફીમાં ICC ફિક્સિંગને લઇને સજાગ

chapmions trophy
લંડન, 5 જૂન : આઇપીએલ અને બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં સ્પોટ ફિક્સિંગ પ્રકરણને પગલે આઇસીસી ગુરુવારે અત્રે શરૂ થનાર ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ભ્રષ્ટાચારના જોખમને ઓછુ કરવા માટે પોતાના તરફથી દરેક સંભવ પ્રયાસ કરી રહી છે. ખેલાડીઓને મેચો માટે પોતાની ટીમ બસમાં ચડતા પહેલા પોતાના મોબાઇલ ફોન જમા કરાવવા પડશે.

આ ઉપરાંત આઇસીસી ભ્રષ્ટાચાર નિરોધક તથા સુરક્ષા એકમ (એસીએસયુ)ના અધિકારી હોટલમાં તેમના વ્યવહાર પર પણ દેખરેખ રાખશે. ટૂર્નામેન્ટમાં ભાગ લઇ રહેલી આઠમાંથી છ ટીમો અને તેમના સહયોગી સ્ટાફને એસીએસયુ અધિકારીઓએ એક કલાક સુધી ચાલેલા કાર્યક્રમમાં જણાવ્યું કે તેમને કઇ રીતે જોખમી સંકેતોને ધ્યાનમાં લેવાના છે અને તેના પ્રત્યે ધ્યાન દોરવાનું છે. ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડની ટીમો ને આજની મેચ બાદ આ બાબતોથી અવગત કરાવવામાં આવશે.

બાંગ્લાદેશ આ ટૂર્નામેન્ટનો ભાગ નથી. પૂર્વ બાગ્લાદેશી કપ્તાન મોહમ્મદ અશરફૂલના ઘરેલૂ ટી-20 ટૂર્નામેન્ટ દરમિયાન મેચ ફિક્સિંગમાં સામેલ હોવાનો સ્વીકાર કર્યો જેને ક્રિકેટ જગત માટે એક ઝટકો માનવામાં આવી રહ્યો છે.

ભારતીય ક્રિકેટ છેલ્લા કેટલાક અઠવાડિયાથી ફિક્સિંગને લઇને ચર્ચામાં છે. તેના ત્રણ ખેલાડીઓને સ્પોટ ફિક્સિંગ મામલામાં ગિરફ્તાર કરવામાં આવ્યા છે. બીસીસીઆઇના ઘણા પ્રમુખ અધિકારીઓએ પોતાના પદ પરથી રાજીમાના ધરી દીધા છે અને ભ્રષ્ટાચારની તપાસ માટે પંચનું ગઠન કરી દેવામાં આવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X