For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુ:ખી ગાંગુલીએ કહ્યું, 'દોષી ખેલાડીઓ પર આજીવન પ્રતિબંધ લાગે'

|
Google Oneindia Gujarati News

sourav ganguly
મુંબઇ, 16 મે : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલી આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગના સમાચારથી દુ:ખી છે. ગાંગુલીએ સ્પોટ ફિક્સિંગમાં પકડાયેલ શ્રીસંત સહિત ત્રણ ક્રિકેટરોની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ગાંગુલીએ કહ્યું કે કેટલાંક ખેલાડી ક્રિકેટને કલંકિત ના કરી શકે. તેમને ફિક્સિંગ માટે કોઇ મજબૂર ના કરી શકે. આ કામ માત્ર ક્રિકેટર જ કરી શકે છે બીજું કોઇ નહીં. હું શ્રીસંતથી ઘણો ઉદાસીન છું. આની સાથે તેમણે કહ્યું કે આ સંપૂર્ણ રીતે ટેલેન્ટને વ્યર્થ કરનારી પ્રવૃત્તિ છે. ગાંગુલીએ કહ્યું કે હું રાહુલ દ્રવિડ માટે ખરેખર દુ:ખી છું. ગાંગુલીએ જણાવ્યું કે દોષી ખેલાડીઓ પર આજીવન પ્રતિબંધ લગાવવો જોઇએ.

બીસીસીઆઇએ આખા મામલામાં તપાસ પૂરી થવા સુધી બધા જ આરોપી ખેલાડીઓને આઇપીએલથી સસ્પેન્ડ કરી દીધા છે. બીસીસીઆઇ સંચાલન અધિકારી પ્રો. રત્નાકર શેટ્ટીએ પત્રકારોને જણાવ્યું કે, આ મામલામાં ક્રિકેટ બોર્ડનું સખત વલણ જારી રહેશે.

બોર્ડ પહેલા પણ ફિક્સિંગ જૈવા મુદ્દાને લઇને પોતાનું વલણ સ્પષ્ટ કરી ચૂક્યું છે અને ક્રિકેટની ભાવનાને ઠેસ પહોંચાડનાર લોકોની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે અને બોર્ડ આ મામલામાં પણ નિયમોનુંસાર આરોપી ખેલાડીઓ પર કાર્યવાહી કરશે.

English summary
I am disappointed and angry at what has happened. If found guilty they should be banned for life, said Sourav Ganguly.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X