ઉર્વર્શી રૌતેલા અને નસીમ શાહ વચ્ચે ઈલુ ઈલુ ચાલી રહ્યુ છે? આ રિપોર્ટ તો કંઈક આવુ જ કહે છે!

પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહનું નામ ઉર્વશી રૌતેલા સાથે જોડાતા ભારતમાં તે સમયે સનસનાટી મચી ગઈ હતી. ઉર્વશીએ તેના ઇન્સ્ટા એકાઉન્ટ પરથી નસીમ શાહ અને પોતાનો એક રોમેન્ટિક એડિટેડ વીડિયો શેર કર્યો છે.

નવી દિલ્હી : પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહનું નામ ઉર્વશી રૌતેલા સાથે જોડાતા ભારતમાં તે સમયે સનસનાટી મચી ગઈ હતી. ઉર્વશીએ તેના ઇન્સ્ટા એકાઉન્ટ પરથી નસીમ શાહ અને પોતાનો એક રોમેન્ટિક એડિટેડ વીડિયો શેર કર્યો છે. ત્યારપછી આ બંને વિશે ઘણી વાતો થઈ. આ અંગે સ્પષ્ટતા આપતાં નસીમ શાહે કહ્યું કે તેઓ ઉર્વશી રૌતેલાને ઓળખતા પણ નથી. જો કે હવે તેની ચોરી પકડાઈ ગઈ છે.

નસીમ શાહે ઉર્વશીને ફોલો કરી

નસીમ શાહે ઉર્વશીને ફોલો કરી

નસીમ શાહ અને ઉર્વશી રૌતેલા સાથે જોડાયેલા કેટલાક સ્ક્રીનશોટ ટ્વિટર પર વાયરલ થઈ રહ્યા છે. તેમને જોઈને તમે પણ દંગ રહી જશો. ઉર્વશીને ન ઓળખતા હોવાનો દાવો કરનારા પાક ક્રિકેટર પોતે ફોટોમાં ઉર્વર્શીને ફોલો કરતા જોવા મળે છે. ત્યારબાદ આના જવાબમાં નસીમ શાહના એક ફેન ક્લબે બે સ્ક્રીનશોટ શેર કર્યા, જેમાં એકમાં નસીમ અભિનેત્રીને ફોલો કરતી અને બીજામાં અનફોલો કરતી જોવા મળી રહી છે.

મીમ્સ વાયરલ

જ્યાં એક તરફ નસીમ શાહ અભિનેત્રીને ઓળખવાનો ઇનકાર કરી રહ્યા છે, તો તે તેની સાથે ફોલો-અનફોલોની રમત રમી રહ્યા છે. આવી સ્થિતિમાં ચાહકોને દાળમાં કંઈક કાળું હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. હાલમાં જ ઉર્વશીની જેમ શ્રીલંકન અભિનેત્રી યેહાલી તાશિયા કાલિદાસે પણ નસીમનો એક વીડિયો શેર કર્યો છે. ત્યારે ચારેબાજુ તેમની ચર્ચાઓ થઈ રહી છે.

મામલો શું છે?

મામલો શું છે?

એશિયા કપ 2022માં ભારતીય ક્રિકેટ સિવાય ઉર્વશી રૌતેલા પણ ખૂબ જ ટ્રેન્ડમાં હતી. જ્યાં શ્રીલંકાએ એશિયા કપની ટ્રોફી જીતી હતી. જો કે બીજી તરફ ઉર્વશીની પોતાની મેચ ચાલી રહી હતી. આ દરમિયાન ઉર્વર્શીનું નામ પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહ સાથે જોડવામાં આવી રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X