IND vs NZ : T20માં સૌથી મોટી જીત સાથે ભારતે 2-1થી સીરીઝ પોતાના નામે કરી

ભારતે પોતાની સૌથી મોટી ટી20 જીત સાથે ન્યૂઝીલેન્ડને 168 રને હરાવીને સીરીઝ પોતાના નામે કરી છે. અહીં શુભમન ગિલે ધમાકેદાર સદી ફટકારી હતી.

અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી T20 મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવીને 2-1થી સીરીઝ જીતી લીધી છે. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા શુભમન ગીલની ધમાકેદાર સદીથી 4 વિકેટે 234 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. બીજી તરફ બીજી ઇનિંગ્સમાં રમતા ન્યૂઝીલેન્ડની ટીમ 66 રનમાં આઉટ થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડને 168 રને હરાવીને T20માં સૌથી મોટી જીત નોંધાવી છે.

IND vs NZ

ન્યૂઝીલેન્ડની ટીમ પાવરપ્લેમાં જ ધરાસાઈ થઈ હતી. ઓપનર બેટ્સમેન ફિન એલન 3 અને ડેવોન કોનવે 1 રન બનાવીને આઉટ થયા બાદ સતત વિકેટો પડતી રહી. ત્યારબાદ માર્ક ચેપમેન ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થયો હતો. આ સિવાય ગ્લેન ફિલિપ્સ 2 અને બ્રેસવેલ 8 રન બનાવીને આઉટ થયા.

ન્યૂઝીલેન્ડની અડધી ટીમ માત્ર 21 રનના સ્કોરે જપેવેલિયન પરત ફરી હતી. અહીંથી મુશ્કેલીઓ વધી. જો કે ડેરીલ મિશેલે પ્રયાસ કર્યો અને 35 રન બનાવ્યા પરંતું ટીમ 66 રનમાં સમેટાઈ ગઈ. આ જીત ક્રિકેટ ઈતિહાસની સૌથી મોટી ટી20 જીત છે. આ પહેલા શ્રીલંકાએ પાકિસ્તાનને 155 રને હરાવ્યુ હતું.

ભારત તરફથી બોલિંગમાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ મોર્ચો સંભાળ્યો અને 16 રનમાં 4 વિકેટ લીધી હતી. આ સિવાય તે અર્શદીપ સિંહ અને ઉમરાન મલિકને પણ 2-2 વિકેટ મળી. અહીં શિવમ માવીએ પણ 2 વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવને કોઈ વિકેટ ન મળી.

ટોસ જીત્યા બાદ પહેલા બેટિંગ કરતા ભારતીય ઓપનર ઈશાન કિશન 1 રન બનાવીને આઉટ થયો હતો. જો કે ત્યારબાદ રનનો વરસાદ થયો અને રાહુલ ત્રિપાઠીએ તોફાની બેટિંગ કરતા 22 બોલમાં 44 રન બનાવ્યા. ત્યારબાદ ગિલે ઝડપી બેટિંગ કરતા પ્રથમ ટી20 સદી ફટકારી હતી. ગિલે 54 બોલનો સામનો કરીને પોતાની સદી પૂરી કરી હતી. તે છેલ્લે સુધી ક્રિઝ પર રહ્યો અને 63 બોલમાં અણનમ 126 રન બનાવ્યા. આ દરમિયાન તેને 12 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા. આ સિવાય સૂર્યકુમારે 24 અને હાર્દિક પંડ્યાએ 30 રનની ઈનિંગ્સ રમી હતી. આ રીતે ટીમ ઈન્ડિયાએ 4 વિકેટે 234 રન બનાવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X