Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IND vs ZIM : ધવન-ગીલ વચ્ચે મેચ વિનિંગ ભાગીદારી, KL રાહુલની કપ્તાનીમાં ભારતની પહેલી જીત!

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ આજે હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાઈ હતી. કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

નવી દિલ્હી : ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ આજે હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાઈ હતી. કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેની ટીમ 189 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. કેપ્ટન રેગિસ ચકાબ્વાએ 51 બોલમાં 35 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે 30.5 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 192 રન બનાવ્યા અને 10 વિકેટે મેચ જીતી લીધી. શિખર ધવને 113 બોલમાં અણનમ 81 અને શુભમન ગિલે 72 બોલમાં અણનમ 82 રન બનાવ્યા હતા. આ સાથે ભારતે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. કેએલ રાહુલની કેપ્ટન તરીકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ પ્રથમ જીત છે.

ODI

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેનાર ઝિમ્બાબ્વેની શરૂઆત ખાસ રહી ન હતી. કૈયાએ સાતમી ઓવરમાં 20 બોલમાં 4 રન બનાવીને આઉટ થયો હતો. 9મી ઓવરના પ્રથમ બોલ પર 22 બોલમાં 8 રન બનાવીને તદિવાનશ મારુમાની પેવેલિયન પરત ફર્યો હતો. 10મી ઓવરના બીજા બોલ પર સીન વિલિયમ્સ 3 બોલમાં 1 રન બનાવીને સિરાજનો શિકાર બન્યો હતો. વેસ્લી મધેવેરે 11મી ઓવરના પ્રથમ બોલ પર 5 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી સિકંદર રઝાએ 17 બોલમાં 12, રેયાન બર્લે 18 બોલમાં 11, કેપ્ટન રેગિસ ચકાબ્વાએ 51 બોલમાં 35, બ્રેડ ઇવાન્સે 33 અને રિચર્ડ નાગરવાએ 34 રન બનાવ્યા હતા. વિક્ટર ન્યુચી 8 રન બનાવીને અણનમ રહ્યો હતો.

ભારત માટે ઝડપી બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી. લાંબા સમય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી રહેલા દીપક ચહરે 7 ઓવરમાં 27 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે 1, પ્રસિદ્ધ કૃષ્ણાએ 3 અને ઓલરાઉન્ડર અક્ષર પટેલે 3 વિકેટ લીધી હતી. લાંબા સમય બાદ વાપસી કરી રહેલા કુલદીપ યાદવને એક પણ સફળતા મળી નથી. તેણે 10 ઓવરમાં 3.6ની ઈકોનોમી પર 36 રન ખર્ચ્યા, આ દરમિયાન તેણે મેડન ઓવર પણ કરી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X