પાક સામે પણ પરાસ્ત થઇ ટીમ ઇન્ડિયા
બેંગ્લોર, 26 ડિસેમ્બરઃ મુંબઇ હુમલાના પાંચ વર્ષ વીતિ ગયા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે ટી20 શ્રેણીની પહેલી ટી20 ટીમ ઇન્ડિયાને પાકિસ્તાન સામે પરાજયનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાનને અંતિમ ઓવરમાં 10 રનની જરૂર હતી અને મલિકે રવિન્દ્ર જાડેજાની ઓવરના ચોથા બોલ પર વિજયી છગ્ગો ફટકારી મેચ જીતાડી હતી. ટીમ ઇન્ડિયાના ટોચના બેટ્સમેનોને બાદ કરતા ભારતના તમામ બેટ્સમેનો નિષ્ફળ રહ્યાં હતા. જ્યારે બોલિંગમાં નવોદિત ભુવનેશ્વર કુમારે ત્રણ વિકેટ ઝડપી હતી.

પાકિસ્તાન ક્રિકેટ ટીમ દ્વારા ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવા માટે ભારતને આમંત્રિત કરવામાં આવ્યું હતું. ભારત તરફથી ગૌતમ ગંભીર અને અંજિક્ય રહાણેએ શાનદાર શરૂઆત આપી હતી. બન્નેએ પ્રથમ વિકેટ માટે 77 રનની ભાગીદારી નોંધાવી હતી, પરંતુ આ બે ખેલાડીઓ આઉટ થયાં બાદ ટીમ ઇન્ડિયાની બેટિંગ લાઇન લથડી પડી હતી. બાકીના સાત બેટ્સમેનો માત્ર 47 રનમાં જ પેવેલિયન ભેગા થઇ ગયા હતા. જેમાં માત્ર બે જ ખેલાડી 10ના આંકને પાર કરી શક્યા હતા.
પહેલી વિકેટ રહાણેના રૂપમાં પડી હતી. શાહિદ આફ્રીદીએ પાકિસ્તાનને પહેલી સફળતાં અપાવી હતી. રહાણેએ 42 રન બનાવ્યા હતા. ત્યાર બાદ ગંભીર રન આઉટ થયો હતો તેણે 41 રન બનાવ્યા હતા. કોહલી નવ રન પર, ધોની એક રન, યુવરાજ 10 રન, રૈના 10 રન, રોહિત શર્મા બે, જાડેજા બે રન, ભુવનેશ્વર કુમાર છ રન અને અશોક ડિંડાએ ત્રણ રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી ઉમર ગુલે ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે અજમલે બે અને અફ્રીદી-ઇરફાને એક-એક વિકેટ મેળવી હતી.












Click it and Unblock the Notifications
