For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેકોર્ડ: ભારત 200 વન-ડે મેચ રમનાર ચોથો દેશ બન્યો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

women-cricket-team
મુંબઇ, 1 ફેબ્રુઆરી: ભારતીય મહિલા ટીમ 200થી વધુ એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમનાર દુનિયાની ચોથા નંબરની ટીમ બની ગઇ છે. ભારતે વેસ્ટઇન્ડિઝ વિરૂદ્ધ વર્લ્ડકપના ઉદઘાટન મેચમાં ઉતરવાની સાથે આ દરજ્જો પ્રાપ્ત કરી લીધો હતો.

ભારતે આ મેચ પહેલાં જે 199 મેચ રમી હતી તેમાંથી 101માં તેને જીત મળી છે જ્યારે 93 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. એક મેચનું પરિણામ ન આવતાં ટાઇ પડી હતી.

ભારતીય ટીમે પોતાની પ્રથમ મેચ એક જાન્યુઆરી 1978માં ઇગ્લેંડ વિરૂદ્ધ કલકત્તામાં રમી હતી. ઇગ્લેંડ વિરૂદ્ધ ભારતે સૌથી વધુ મેચ રમી છે, જેમાં તેને 25 મેચો જીતી છે અને જ્યારે 31 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 38 મેચમાં ભારતે ફક્ત સાત મેચમાં વિજય મેળવ્યો છે જ્યારે 31 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ન્યૂઝિલેન્ડ વિરૂદ્ધ ભારતનો રેકોર્ડ 39 મેચમાંથી 13માં જીત અને 25 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

વર્લ્ડકપમાં ભારતીય ટીમ વેસ્ટઇન્ડિઝ, ઇગ્લેંડ અને શ્રીલંકાની સાથે ગ્રુપ એ માં છે. વર્લ્ડકપની પ્રથમ મેચમાં જીત મેળવતાંની સાથે જ વેસ્ટઇન્ડિઝ વિરૂદ્ધ રમવામાં આવેલી 19 મેચમાંથી ભારતે 13 મેચો જીતી છે જ્યારે ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. શ્રીલંકા વિરૂદ્ધ તેનો રિકોર્ડ 17 મેચમાંથી 16 મેચ જીતવાનો છે અને જ્યારે એક મેચ રદ કરવામાં આવી હતી.

English summary
India become Fourth Country to play 200 odis.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X