For Quick Alerts
For Daily Alerts
‘2 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમ બનાવી શકે છે ભારત’
નવી દિલ્હી, 28 જુલાઇઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ સુકાની ચંદુ બોર્ડેનું કહેવું છે કે, ભારત પાસે ક્રિકેટ પ્રતિભા એટલી બધી છે કે, તે સરખી ક્ષમતાવાળી બે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમ ઉભી કરી શકે છે. બોર્ડે શનિવારે નોએડાની એક સ્કૂલમાં પોતાના નામ પર ક્રિકેટ એકેડામીના ઉદઘાટન સમારોહ દરમિયાન આવું કહ્યું છે.
ગ્લોબર ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ(જીઆઇઆઇએસ)ના નોએડા સ્થિત પરિસરમાં સ્થાપિત ચંદુ બોર્ડે ગ્લોબલ ક્રિકેટ એકેડમી, જીઆઇઆઇએસનું આ પ્રકારનું ત્રીજું સંસ્થાન છે. ઉપરાંત આ પ્રકારની ક્રિકેટ એકેડમી જીઆઇઆઇએસના ઇંદોર અને સુરત સ્થિત પરિસરોમાં પણ છે.
બોર્ડે અનુસાર ભારતીય ખેલાડીઓને હજુ ફિલ્ડિંગમાં ઘણો સુધારો કરવાનો બાકી છે. બોર્ડે 55 ટેસ્ટમાં ભારત તરફથી ભાગ લીધો છે અને પોતાના સમયમાં તે શાનદાર ફિલ્ડિંગ માટે જાણીતા હતા.