For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઇ ટેસ્ટ: વેસ્ટઇન્ડિઝની હાલત ખરાબ, ભારત જીત તરફ આગળ

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 16 નવેમ્બર: વેસ્ટઇન્ડિઝની ટીમ આજે ભારતના 313 રનોની બઢતને પાર કરવાની કોશિશ કરતા એક નવો લક્ષ્ય આપવાનો પ્રયત્ન કરવા ઉતર્યું હતું. જ્યારે ભારતીય ટીમ બઢતનો ફાયદો ઉઠાવતા આજે જ મેચ પૂરી કરવાની કોશિશમાં સફળ રહ્યું, અને બે ટેસ્ટ શ્રેણીમાં 2-0થી પોતાનો વિજય નોંધાવી લીધો છે.

સચિનની ભાવુક વિદાય:
આ સાથે ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચેની આ ટેસ્ટ ખૂબ જ યાદગાર અને ઐતિહાસિક બની ગઇ. કારણ કે આની સાથે સચિને પોતાની 200 ટેસ્ટ મેચ રમીને વિદાય લીધી છે. મેદાનમાંથી નીકળતી વખતે સચિન તેંડુલકર ભાવુક બની ગયા હતા અને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા.

ભારતની જીત:
વેસ્ટઇન્ડિઝની ટીમે આજે પોતાની રમત આગળ વધારતા બીજી ત્રણ વિકેટ ગુમાવી બેઠ્યું છે, આની સાથે વેસ્ટઇન્ડિઝ હાલમાં 6 વિકેટના નુકસાન પર 122 રન પર રમી રહ્યું છે. આજે સેમ્યુઅલ(11), ગેઇલ (35) અને દેવનારાયણ(0)ની વિકેટ પડી ગઇ છે. ત્યારબાદ તુરત ચંદ્રપોલ (41), સમ્મી(1), શિલિંગફોર્ડ(8), ગેબ્રિયલ(0)ની સસ્તામાં વિકેટ પડી ગઇ અને આ રીતે ભારતે બીજી ટેસ્ટમાં પણ ત્રીજા દિવસે જ પોતાનો વિજય નોંધાવી વાઇટ વોશ કરી દીધું. અને શ્રેણીમાં 2-0થી વિજય નોંધાવી લીધો. ભારત તરફથી પ્રજ્ઞાન ઓઝાએ શાનદાર 5 વિકેટ પોતાના નામે કરી છે, જ્યારે અશ્વિને 4, અને મોહમ્મદ સમીએ 1 વિકેટ લીધી છે.

sachin
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની ફેરવેલ ટેસ્ટમાં ભારતે રોહિત શર્મા અને ચેતેશ્વર પૂજારાની શાનદાર સદી તથા સચિનના 74 અને રોહલીના 57 રનોની મદદથી પ્રથમ પારીમાં શાનદાર 495 રનોનો વિશાળ સ્કોર બનાવી 313 રનોની બઢત નોંધાવી લીધી હતી. ત્યારબાદ વેસ્ટઇન્ડિઝની ટીમે બીજી પારીમાં મેચના બીજા દિવસના અંત સુધી 43 રનમાં પોતાની 3 વિકેટ ગુમાવી દીધી હતી.

પ્રથમ દિવસની રમત: ભારત 157/2, 38 રન સાથે સચિન અણનમ
બીજા દિવસની રમત: પૂજારા-રોહિતની સદી સાથે ભારત 495માં સમેટાયું

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X