કોટલા ટેસ્ટ: પહેલા દિવસે જ ઓસી.નો ધબડકો, 8 વિકેટના નુકસાને 231 રન
નવી દિલ્હી, 22 માર્ચ: ઓસ્ટ્રેલિયાએ ફિરોજશાહ કોટલા મેદાન પર શુક્રવારે ભારતની સાથે શરૂ થયેલી ચોથી ટેસ્ટ મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ઇશાંત શર્માએ શરૂઆતમાં જ કાંગારૂ ટીમની બે વિકેટ ઝડપી લઇ તેમને જોરદાર ઝટકો આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસના અંત સુધી 8 વિકેટના નુકસાન પર 231 રન બનાવી લીધા છે. ડેવિડ વોર્નર શૂન્ય રન પર વિરાટ કોહલીના હાથે કેચ આઉટ થયો હતો. જ્યારે ફીલીપ હ્યુજ 45 રન પર આઉટ થઇ ગયો હતો.
જોકે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પહેલા દિવસની રમતમાં કોઇ ખાસ પ્રદર્શન કરી શક્યા ન્હોતા. કાંગારુ તરફથી એકપછી એક 7 વિકેટ પડી ગઇ છે. હ્યુજ બાદ કોવેન 38, વોટસન 17, મેથ્યુ વાડે 2, મેક્સવેલ 10, જ્હોનસન માત્ર 3 રન બનાવી પેવેલિયનભેગા થઇ ગયા હતા. દિવસના અંત સુધી ઓસ્ટ્રેલિયાએ પોતાની 8 વિકેટ ગુમાવી દીધી. જોકે ભારતે હળવાશથી લેતા ઓસ્ટ્રેલિયાએ સારો એવો સ્કોર ખડો કરી દીધો હતો.

કપ્તાન માઇકલ ક્લાર્ક ઇજાગ્રસ્ત છે. જેના કારણે શેન વોટ્સન આ મેચમાં મહેમાન ભૂમિકાની કમાન સંભાળી રહ્યા છે. વોટસન ઓસ્ટ્રેલિયાના 44માં ટેસ્ટ કપ્તાન છે. વોટ્સનને ટીમમાંથી બાકાત રખાયા બાદ મોહાલી ટેસ્ટમાં રમી શક્યા ન્હોતા. ક્લાર્ક પોતાની કારકિર્દીમાં પહેલીવાર ઇજાના કારણે ટેસ્ટ ટીમમાંથી બહાર થયા છે.
અજિંક્ય રહાણે આ મેચ દ્વારા પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી રહ્યા છે. તે શિખર ધવનનું સ્થાન લેશે, જે ઇજાના કારણે બહાર છે. રહાણે અને મુરલી વિજય પારીની શરૂઆત કરશે.
ભારતીય ટીમ ચાર મેચોની આ ટેસ્ટ શ્રેણીને 3-0થી પોતાના નામે કરી લીધી છે. કોટલા ટેસ્ટમાં કાંગારુ ટીમ વ્હાઇટ વોશથી બચવાના સંપૂર્ણ પ્રયત્નો કરશે.












Click it and Unblock the Notifications
