નાગપુરમાં આ રીતે કાંગારુઓએ બનાવ્યા 350 રન
નાગપુર, 30 ઓક્ટોબરઃ ઓસ્ટ્રેલિયન સુકાની જોર્જ બેલેના 156 રન અને ઓલરાઉન્ડર શેન વોટ્સનની 102 રનની શાનદાર ઇનિંગની મદદથી ઓસ્ટ્રેલિયાએ છ વિકેટ ગુમાવીને ભારત સામે 351 રનનો લક્ષ્યાંક મુક્યો છે. ટોસ જીતીને પહેલા બોલિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે શરૂઆત સારી કરી હતી અને હ્યુજ તથા ફિંચની વિકેટ ઝડપથી મેળવી હતી, પરંતુ ત્યારબાદ બેટિંગ કરવા ઉતરેલા વોટ્સને ભારતીય બોલર્સને સફળ થવા દીધા નહોતા.
ઓસ્ટ્રેલિયન બેટિંગની વાત કરવામાં આવે તો, ફિલ હ્યુજ 13, એરોન ફિંચ 20, મેક્સવેલ 9, એડમ વોગ્સ 44, શેન વોટ્સન 102 અને જોર્જ બેલેએ 156 રન બનાવ્યા હતા. જ્યારે ભારતીય બોલિંગની વાત કરવામાં આવે તો ભારતીય બોલિંગની શરૂઆત સારી રહી હતી, પરંતુ વોટ્સન અને બેલેએ ભારતીય બોલર્સની સારી એવી ધોલાઇ કરીને ટીમને મજબૂત સ્કોર ખડો કરવામાં મદદ કરી હતી. ભારત તરફથી આર અશ્વિન અને આર જાડેજાએ બે-બે વિકેટ જ્યારે કુમાર અને સામીએ એક-એક વિકેટ મેળવી હતી. તો ચાલો તસવીરોમાં જોઇએ ઓસ્ટ્રેલિયાની બેટિંગને.

ઓસ્ટ્રેલિયન ટીમે બનાવ્યા 350 રન
ભારત સામે નાગપુર વનડેમાં ઓસ્ટ્રેલિયન ટીમે પ્રથમ બેટિંગ કરતા છ વિકેટ ગુમાવીને 350 રન બનાવ્યા હતા.

સામીએ લીધી વોટ્સનની વિકેટ
નાગપુર વનડેમાં સદી ફટકારનાર શેન વોટ્સનની વિકેટ ભારતીય બોલર મોહમ્મદ સામીએ લીધી હતી.

શેન વોટ્સનની સદી
નાગપુર વનડેમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેન શેન વોટ્સને સદી ફટકારી હતી.

હ્યુજની વિકેટ પર ખુશી ભુવનેશ્વર કુમાર
ઓસ્ટ્રેલિયન બેટ્મસેન ફિલિપ હ્યુજની વિકેટ લીધા બાદ સાથી ખેલાડી સુરેશ રૈના સાથે ઉજવણી કરી રહેલો ભારતીય બોલર ભુવનેશ્વર કુમાર.

ખુશ જાડેજા થયો નિરાશ
નાગુપર વનડેમાં શેન વોટ્સનની વિકેટ લીધા બાદ રિવન્દ્ર જાડેજા ખુશ થયો હતો પરંતુ બાદમાં શેન વોટ્સનને નોટ આઉટ આપવામાં આવતા તે નિરાશ થઇ ગયો હતો.

ફિંચની વિકેટ લીધા બાદ ખુશ આર અશ્વિન
નાગપુર ખાતે રમાઇ રહેલી છઠ્ઠી વનડે મેચમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેન એરોન ફિંચની વિકેટ લીધા બાદ ખુશ ભારતીય બોલર આર અશ્વિન.












Click it and Unblock the Notifications
