Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારત વર્લ્ડ કપ જીતી જતુ…મમતા બેનર્જીનો ભારતની હારને લઈને મોટો દાવો, જાણો કોના પર આરોપ લગાવ્યો?

વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતની હાર બાદ ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. હાર બાદ રાજનીતિ તેજ થઈ છે ત્યારે હવે મમતા બેનર્જીએ મોટો દાવો કર્યો છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દાવો કર્યો અને કહ્યું કે, જો ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ કોલકાતા અથવા મુંબઈમાં રમાઈ હોત તો ભારત જીત્યું હોત.

Mamata Banerjee

તેમણે કોલકાતાના નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા આરોપ લગાવ્યો કે દેશની ક્રિકેટ ટીમનું ભગવાકરણ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મમતા બેનર્જીએ આગળ કહ્યું કે, તે સમગ્ર દેશને ભગવા રંગમાં રંગવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમને અમારા ભારતીય ખેલાડીઓ પર ગર્વ છે અને હું માનું છું કે જો ફાઈનલ કોલકાતા અથવા વાનખેડેમાં યોજાઈ હોત તો આપણે વર્લ્ડ કપ જીતી શક્યા હોત.

મમતા બેનર્જીએ આગળ કહ્યું કે, તેમણે ભગવા પ્રેક્ટિસ જર્સી રજૂ કરીને ટીમને ભગવા કરવાનો પ્રયાસ પણ કર્યો. ખેલાડીઓએ વિરોધ કર્યો અને પરિણામે તેમને મેચ દરમિયાન તે જર્સી પહેરવાની જરૂર ન રહી.

બીજેપી પર આકરા પ્રહાર કરતા મમતા બેનર્જીએ કહ્યું કે, પાપી જ્યાં પણ જાય છે તે પોતાના પાપ પોતાની સાથે લઈ જાય છે. કોઈનું નામ લીધા વિના મમતાએ કહ્યું કે, ભારતીય ટીમ એટલી સારી રીતે રમી કે તેણે વર્લ્ડ કપની તમામ મેચો જીતી લીધી, સિવાય કે જેમાં પાપીઓએ હાજરી આપી.

જણાવી દઈએ કે, આ પહેલા રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં ચૂંટણી ભાષણમાં PM નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના તેમના વિરુદ્ધ પનૌતી શબ્દનો ઉપયોગ કર્યો હતો. પીએમ મોદીએ વર્લ્ડ કપ ફાઇનલમાં હાજરી આપી અને ટીમ હાઈ ગઈ હતી.

ભારતે ટૂર્નામેન્ટમાં સતત 10 જીત બાદ જીત મેળવી હતી. બીજેપીએ રાહુલ ગાંધીની ટિપ્પણી બદલ ચૂંટણી પંચ પાસે તેમની સામે કાર્યવાહીની માંગ કરી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X