ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ પુરો, આ ખેલાડી બની શકે છે નવા કોચ
ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ પુરો થઈ ગયો છે. રાહુલ દ્વવિડની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યુ, જો કે ટીમ વર્લ્ડ કપ જીતવામાં અસફળ રહી.
રવિ શાસ્ત્રી પછી રાહુલ દ્રવિડે રોહિત શર્મા સાથે ભારતીય ટીમની કમાન સંભાળી હતી. હવે રાહુલ દ્વવિડની જગ્યાએ અન્ય કોચ આવશે કે દ્રવિડને રિપિટ કરાશે તેની બહુ જલ્દી જાહેરાત થઈ શકે છે.

વર્લ્ડ કપ ફાઈનલ બાદ રાહુલ દ્રવિડે પોતાના ભવિષ્ય મુદ્દે કહ્યું કે, મેં તેના વિશે વિચાર્યું નથી. મેં હમણાં જ મેચ પુરી કરી છે. મારી પાસે તેના વિશે વિચારવાનો સમય નથી અને મારી પાસે તેનો વિચાર કરવાનો પણ સમય નથી. જ્યારે મને સમય મળશે ત્યારે હું વિચાર કરીશ, આ સમયે મારું સંપૂર્ણ ધ્યાન આ અભિયાન પર હતું.
વિવિએસ લક્ષ્મણ
VVS લક્ષ્મણને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ માટે પ્રબળ દાવેદાર છે. જો દ્રવિડ પોતાનો કોન્ટ્રાક્ટ નહીં લંબાવે તો BCCI લક્ષ્મણને મુખ્ય કોચ બનાવી શકે છે. લક્ષ્મણ BCCIમાં NCAના ચીફ તરીકે જોડાયા છે. ભારતીય ટીમના કોચ બનતા પહેલા આ જવાબદારી રાહુલ દ્રવિડ પાસે હતી.
અનિલ કુંબલે
ભારતના દિગ્ગજ સ્પીનર અનિલ કુંબલે પણ આ લિસ્ટમાં છે. કુંબલે વર્ષ 2016માં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રહી ચૂક્યા છે. જો કે કેપ્ટન વિરાટ કોહલી સાથે મતભેદને કારણે તેણે પોતાનું પદ છોડવું પડ્યું હતું. 2017 માં કુંબલેના કોચિંગ કાર્યકાળ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમ ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં પહોંચી હતી.
વીરેન્દ્ર સેહવાગ
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનવાની યાદીમાં પૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગનું નામ ત્રીજા નંબર પર છે. સેહવાગ આઈપીએલની કોઈપણ ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલો નથી. આ સ્થિતિમાં તે BCCIમાં જોડાઈ શકે છે. સેહવાગ નિવૃત્તિના બે વર્ષ બાદ જ ભારતીય ટીમનો કોચ બનવા માંગતો હતો. તેણે 2017માં હેડ કોચ માટે અરજી કરી હતી. સેહવાગ કોચ બનવા તૈયાર હોય તો આ વખતે બીસીસીઆઈ પોતે તેને કોન્ટ્રાક્ટ આપી શકે છે.
દ્રવિડ કોચ રહેશે કે નહીં કે આગળ જતા નક્કી થશે. જો કે તેના સપોર્ટ સ્ટાફના સભ્યોનો કરાર લંબાવવામાં આવી શકે છે. બેટિંગ કોચ વિક્રમ રાઠોડ, બોલિંગ કોચ પારસ મ્હામ્બરે અને ફિલ્ડિંગ કોચ ટી દિલીપને ટીમ સાથે આગળ પણ રાખી શકાય છે.
T20 વર્લ્ડ કપ જૂન 2024માં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવશે. ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડ કપના ખિતાબની લાંબા સમયથી રાહ જોઈ રહી છે. ભારતીય ટીમે 2007માં છેલ્લી અને એકમાત્ર વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ત્યારે કેપ્ટન એમએસ ધોની હતો. ધોની પછી કોઈ પણ ભારતીય કેપ્ટન ICC ટૂર્નામેન્ટ જીતી શક્યો નથી. આને વિરાટ કોહલીથી લઈને રોહિત શર્મા સુધીનો છેલ્લો વર્લ્ડ કપ માનવામાં આવી રહ્યો છે.












Click it and Unblock the Notifications
