ફિક્સિંગના વિવાદો વચ્ચે ફાઇનલમાં મુંબઇ સામે ટકરાશે ચેન્નઇ
કલકત્તા, 26 મે: સ્પૉટ ફિક્સિંગ પ્રકરણમાં અટવાયેલી સુપરકિંગ્સ માટે વિવાદોથી ઘેરાયેલી આઇપીએલની ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયંસ વિરૂદ્ધ ત્રીજીવાર ચેમ્પિયન બનવાનું સપનું ઘણું મુશ્કેલ લાગી રહ્યું છે. ચેન્નઇ ટીમના મેનેજમેન્ટના અધિકારી ગુરૂનાથ મયપ્પનની સટ્ટેબાજીની આશંકામાં કરવામાં આવેલી ધરપકડથી મહેન્દ્ર ધોનીન નેતૃત્વવાળી ટીમનું મનોબળ તૂટી ગયું છે. મયપ્પન ટીમના માલિક અને બીસીસીઆઇ અધ્યક્ષ એન શ્રીનિવાસનના જમાઇ છે.
ખેલાડીઓ અને તેમના કેપ્ટન માટે આ સ્થિતીમાં બહાર આવી મુંબઇ ઇન્ડિયંસ વિરૂદ્ધ નેચરલ ગેમ રમવી એક મોટો પડકાર છે. મુંબઇ ઇન્ડિયંસ આઇપીએલની પ્રથમ ટ્રોફી જીતવા માટે ઉત્સુક છે. ચેન્નઇ સતત ચાર વર્ષ અને આ વર્ષે પાંચમી વાર ફાઇનલમાં પહોંચ્યું છે પરંતુ મુંબઇ માટે આ ખિતાબ જીતવો અને 2010ની ફાઇનલમાં મળેલી હારનો બદલો લેવાનો આ સર્વશ્રેષ્ઠ અવસર છે.

મુંબઇ ઇન્ડિયંસની ટીમના સિનિયર બેસ્ટમેન સચિન તેન્ડુલકરને આ ટ્રોફી ભેટ સ્વરૂપ આપવી પડશે. ભારતીય ક્રિકેટના મહાન ક્રિકેટરના કેબિનેટમાં ફક્ત આ ટ્રોફીની ખોટ છે. 2010માં તે મુંબઇ ઇન્ડિયંસના કેપ્ટન હતા અને ટીમ ફાઇનલમાં ધોનીની ટીમ સાથે 22 રનથી હારી ગઇ હતી, જેથી તે ખૂબ જ દુખી છે.
આ ચેન્નઇ સુપરકિંગ્સનો પ્રથમ આઇપીએલ ખિતાબ હતો, ત્યારબાદથી ધોનીની ટીમનો દરજ્જો મોટો થતો ગયો. કાગળ પર આ યુદ્ધ રસાકસીનું હશે કારણ કે ચેન્નઇ અને મુંબઇ બંનેમાં ટ્વેન્ટી20ના આક્રમક વિશેષજ્ઞ માઇકલ હસ્સી, ડ્વેન સ્મિથ, રવિન્દ્ર જાડેજા અને કિરોન પોલાર્ડ જેવા દિગ્ગજોનો સમાવેશ થાય છે.
બંને ટીમોમાં ફાસ્ટ બોલરો ઘણા છે. જેમાં ચેન્નઇની પાસે એલબી મોર્કલ અને મોહિત શર્માનો સમાવેશ થાય છે. જ્યારે મુંબઇ માટે મિશેલ જાનસન, લથિસ મલિંગા અને પોલાર્ડ શાનદાર પ્રદર્શન કરી રહ્યાં છે. આવી સ્થિતીમાં સ્પિનર બોલરો નિર્ણાયક સાબિત થઇ શકે છે, જેમાં રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાના રૂપમાં સ્ટાર બોલરો છે પરંતુ મુંબઇની ટીમમાં પણ અનુભવી બોલર હરભજન સિંહ અને પ્રજ્ઞાન ઓઝાના રૂપમાં તેમની બરાબરી કરી શકે છે.












Click it and Unblock the Notifications
