IPL 2022: રાહુલ ત્રિપાઠીનો ઝલવો, SRHની જીતની હેટ્રિક!
નવી દિલ્હી : ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝનમાં ખરાબ પ્રદર્શન બાદ જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે સતત બે મેચમાં હાર સાથે 15મી સિઝનની શરૂઆત કરી ત્યારે બધાને લાગ્યું કે કદાચ આ ટીમને હજુ જીતવાનો કોઈ રસ્તો મળ્યો નથી, જો કે CSK સામે જીતી ટીમ જીતના માર્ગ પર પાછી ફરી તો હવે રસ્તો છોડ્યો નથી અને IPL 2022ની 25મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમને હરાવીને વિજયની હેટ્રિક લગાવી છે. બ્રેબોર્નના મેદાન પર રમાયેલી આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે પ્રથમ બોલિંગમાં શાનદાર પ્રદર્શન કરતા બેટિંગમાં જોરદાર પ્રદર્શન કરતા માત્ર 17.5 ઓવરમાં 7 વિકેટે જીત મેળવી હતી.
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને ઉમરાન મલિક (2 વિકેટ), ટી નટરાજન (3 વિકેટ)ની શાનદાર બોલિંગના દમ પર કોલકાતાને 175 રનમાં રોકી શક્યું. કોલકાતા તરફથી આન્દ્રે રસેલે અણનમ 49 રનનું યોગદાન આપ્યું હતું, જ્યારે નીતિશ રાણાએ પણ 54 રનની ઇનિંગ રમીને પોતાની ટીમને બચાવી હતી.
જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને તેણે બીજી જ ઓવરમાં ઓપનર અભિષેક શર્માની વિકેટ ગુમાવી દીધી હતી. અભિષેક શર્માએ છેલ્લી બે મેચમાં શાનદાર ઇનિંગ્સ રમીને ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું, પરંતુ આ મેચમાં તે કમિન્સના બોલે બોલ્ડ થયો હતો. આ પછી કેપ્ટન કેન વિલિયમ્સન (17)એ ઈનિંગને સંભાળવાનો પ્રયાસ કરતા રાહુલ ત્રિપાઠી (71) સાથે 36 રનની ભાગીદારી નોંધાવી હતી, પરંતુ રસેલે કેન વિલિયમસનને બોલ્ડ કરીને હૈદરાબાદની ટીમને બીજો ઝટકો આપ્યો હતો.