IPL 2023 : ગુજરાત ટાઈટન્સને મોટો ઝટકો, કેન વિલિયમસન આઈપીએલમાંથી બહાર થયો
આઈપીએલની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. ગુજરાત ટાઈટન્સે પહેલા મેચમાં ચેન્નાઈને હરાવીને વિજયી શરૂઆત કરી દીધી છે. જો કે સારી શરૂઆત બાદ હવે ટીમને મોટો ઝટકો લાગ્યો છે. અમદાવાદમાં પહેલા મેચમાં ઈજાગ્રસ્ત થયેલો કેન વિલિયમસન આઈપીએલની પુરી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. હવે ગુજરાત ટાઈટન તરફથી આ વાતની પૃષ્ટિ કરી છે.

ગુજરાત ટાઇટન્સે આ વાતની પૃષ્ટિ કરતા ટ્વીટ પરથી લખ્યુ કે, અમને એ જાહેરાત કરતાં ખેદ થાય છે કે કેન વિલિયમસન ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની સિઝનના ઈજાગ્રસ્ત થયા બાદ ટાટા આઈપીએલ 2023માંથી બહાર થઈ ગયો છે. અમે તેના ઝડપી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ અને તેના ઝડપી પુનરાગમનની રાહ જોઈ રહ્યા છીએ.
ગઈ વખતની ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સને આ મોટો ઝટકો છે. હજુ સિઝનની શરૂઆત થઈ છે ત્યારે ટીમે તેનો એક મહત્વનો ખેલાડી ગુમાવ્યો છે. કેન વિલિયમસનને ઘૂંટણની ગંભીર ઈજા થઈ છે અને તેના કારણે હવે તે મેદાન બહાર રહેશે. 31 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની શરૂઆતની મેચ દરમિયાન બાઉન્ટ્રી પર તેને ઈજા થઈ હતી.
કેન વિલિયમસનને રુતુરાજ ગાયકવાડે તેના 50 બોલમાં 92 રન દરમિયાન ફટકારેલી સિક્સ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન વિલિયમસનને જમણા ઘૂંટણમાં ઈજા થઈ હતી અને પછી પીડાને કારણે તેણે મેદાન છોડી દીધું હતુ. ગુજરાત ટાઈટન્સની બેટિંગ દરમિયાન ઈમ્પેક્ટ પ્લેયરના નિયમ હેઠળ સાઈ સુદર્શન તેની જગ્યાએ મેદાનમાં આવ્યો હતો. હવે ગુજરાત ટાઈટન માટે તેની જગ્યા કોણ લેશે તે જોવાનું મહત્વનું છે.












Click it and Unblock the Notifications
