IPL-6: ડેરડેવિલ્સે નાઇટ નાઇટ રાઇડર્સને 7 વિકેટે હરાવ્યું
રાયપૂર, 2 મે: દિલ્હી ડેરડેવિલ્સ ટીમે પોતાના બીજા ઘર છત્તીસગઢની રાજધાનીના શહીદ વીર નારાયણસિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં બુધવારે રમવામાં આવેલ આઇપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સને સાત વિકેટથી હરાવી દીધું.
આ પહેલા નાઇટ રાઇડર્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા સાત વિકેટ પર 136 રન બનાવ્યા. નાઇટ રાઇડર્સનું 100 રન સુધી પહોંચવું મુશ્કેલ લાગી રહ્યું હતું પરંતુ રજત ભાટિયા (26), સુમિત નરવાલ (23), તથા બ્રેટ લી (16)એ છેલ્લી ઓવરોમાં મહત્વનું યોગદાન આપી ટીમને સમ્માનજનક લક્ષ્ય આપવા સુધી પહોંચાડ્યું.
હાલની ચેમ્પિયન નાઇટ રાઇડર્સ દ્વારા આપવામાં આવેલા 137 રનોનું લક્ષ્યનો પીછો કરતા ડેરડેવિલ્સે ડેવિડ વોર્નર (અણનમ 62) અને ઉન્મુક્ત ચંદ (37)ની શાનદાર બેટીંગના કારણે 17.5 ઓવરોમાં ત્રણ વિકેટના નુકસાન પર જીત હાસલ કરી લીધી. વોર્નરે પોતાની 41 બોલોની પારીમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગા લગાવ્યા.






















Click it and Unblock the Notifications
