For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL Auction 2023 : પહેલી વખત IPLમાં એન્ટ્રી અને 17.5 કરોડની બોલી લાગી, જાણો કોણ છે કેમરૂન ગ્રીન

આઈપીએલ ઓક્શનમાં ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીન 17.5 કરોડમાં વેચાયો છે. હવે તેને લઈને ચર્ચા થઈ રહી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

આઈપીએલ ઓક્શનમાં ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ થઈ રહ્યો છે. આ વખતે ઓલરાઉન્ડર ખેલાડીઓ પર સૌથી વધુ રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે. ઓક્શન વચ્ચે એક નામ ઉડીને આંખે વળગ્યુ છે. આ નામ છે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીનનું. કેમરૂન ગ્રીન પોતાની ટીમમાં સામેલ કરવા માટે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે જબરદસ્ત ફાઈટ જોવા મળી હતી. હવે તમામ લોકો એ જાણવા માંગે છે કે આ ખેલાડી કોણ છે?

Cameron Green

ઓસ્ટ્રેલિયન ઓરલાઉન્ડ કેમરૂન ગ્રીનને મુંબઈ ઈન્ડિયન્સે 17.5 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. પહેલી વખત આઈપીએલમાં આવેલા કેમરૂન પર રૂપિયાનો વરસાદ થતા હવે તેની ચર્ચા થઈ રહી છે. કેમરૂન ગ્રીને ભારતમાં ધમારેદાર પ્રદર્શન કરી આ સ્થાન હાંસલ કર્યુ છે. પહેલાથી જ ફ્રેન્ચાઈઝીની નજર તેના પર હતી

ગ્રીન ભારત સામે સતત બે અડધી સદી ફટકારીને ચર્ચામાં આવ્યો હતો. ભારત સામે ટી-20 સિરિઝમાં ગ્રીને 214.55ની સ્ટ્રાઈક રેટથી 118 રન બનાવ્યા હતા. ગ્રીને અત્યાર સુધી રમાયેલી આઠ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં બેટથી 139 રન અને બોલિંગમાં પાંચ વિકેટ ઝડપી છે. ગ્રીન આઈપીએલમાં મુંબઈ માટે ધમાકેદાર પ્રદર્શન કરી શકે છે.

ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર સૈમ કરનને પંજાબની ટીમે 18 કરોડ 50 લાખમાં ખરીદ્યો છે. આ સિવાય ચેન્નાઈ સુપર કિંગ્સે અજિંક્ય રહાણેને તેની મૂળ કિંમત 50 લાખમાં ખરીદ્યો છે. અગાઉ તે કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે હતો. KKR પહેલા રહાણે પણ દિલ્હી તરફથી રમી ચૂક્યો છે. પંજાબ કિંગ્સનો કેપ્ટન મયંક અગ્રવાલ હવે હૈદરાબાદ તરફથી રમતો જોવા મળશે. મયંકને સનરાઇઝર્સ હૈદરાબાદે 8.25 કરોડમાં ખરીદ્યો છે.

English summary
IPL Auction 2023: Who is Cameron Green, first entry in IPL and sold for 17.5 crores
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X