IPL Auction 2024 : માત્ર 2 ખેલાડીઓ પર ખર્ચાયા 45 કરોડ, આ છે સૌથી વધુ રૂપિયા મેળવનારા 10 ખેલાડી
આઈપીએલ મીની ઓક્શનમાં જુના તમામ રેકોર્ડ તુટી ગયા છે. મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સે 20 કરોડથી વધુની રકમ મેળવીને ઇતિહાસ રચી દીધો છે.
કોલકાતા નાઈટ રાઈડર્સે ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક પર 24 કરોડ 75 લાખ રૂપિયા ખર્ચ કર્યો છે તો ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સને 20 કરોડ 40 લાખ રૂપિયામાં સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યો છે.

આ સિવાય ન્યુઝીલેન્ડના ઓલરાઉન્ડર ડેરીલ મિશેલને ચેન્નાઈ સુપર કિંગ્સે 14 કરોડમાં ટીમમાં સામેલ કર્યો. ભારતીય ઓલરાઉન્ડર હર્ષલ પટેલને પંજાબ કિંગ્સની ટીમે 11 કરોડ 75 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.
આ સિવાય રોયલ ચેલેન્જર બેંગ્લોરે વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર અલ્ઝારી જોસેફ પર પણ રૂપિયાનો વરસાદ કર્યો છે. અલ્ઝારી જોસેફને RCBએ 11 કરોડ 50 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.
વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન રોવમેન પોવેલને રાજસ્થાન રોયલ્સ ટીમે 7 કરોડ 40 લાખ રૂપિયામાં ખરીદ્યો. ટ્રેવિસ હેડ હૈદરાબાદ માટે આઈપીએલમાં રમતા જોવા મળશે. ટ્રેવિસ હેડને સનરાઇઝર્સ હૈદરાબાદે 6 કરોડ 80 લાખ રૂપિયામાં ખરીદ્યો. ટ્રેવિસ હેડે વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારત સામે સદી ફટકારીને ઓસ્ટ્રેલિયાને ચેમ્પિયન બનાવ્યું હતું.
આ સિવાય ગેરાલ્ડ કોએત્ઝીને મુંબઈએ 2 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝથી આગળ વધીને 5 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો છે.
શાર્દુલ ઠાકુરની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા હતી અને ચેન્નાઈએ તેને 4 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો છે. આ સિવાય દિલ્હીએ હેરી બ્રુકને 4 કરોડ રૂપિયામાં ટીમમાંં સામેલ કર્યો છે.












Click it and Unblock the Notifications
