IPL Final : 5-5 ઓવરની રમાઈ શકે છે મેચ, જાણો કોનુ પલ્લુ ભારે?
અમદાવાદમાં રમાઈ રહેલી આઈપીએલની ફાઈનલમાં વરસાદ વિલન બન્યો છે. સાંજે ભારે પવન સાથે શરૂ થયેલો વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો.વરસાદ બંંધ ન થતા આઈપીએલ ફાઈનલ જોવા આવેલા ફેન્સ રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ ફાઈનલ 5-5 ઓવરની રમાઈ શકે છે.
IPLની ફાઇનલ મેચ આજે જ યોજાય તે માટે તમામ પ્રયાસો કરવામાં આવશે. જો વરસાદ બંધ થશેતો બંને ટીમો વચ્ચે 5-5 ઓવરની મેચ જોવા મળી શકે છે. મેચ જોવા માટે દૂર દૂરથી સ્ટેડિયમમાં આવેલા ચાહકોને મેચ થવાની આશા છે અને હજુ પણ રાહ જોઈ રહ્યા છે.

જો ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે 9:35 સુધીમાં મુકાબલો શરૂ થશે તો પુરી ઓવરની મેચ થશે. બંને ટીમો 20-20 ઓવર રમશે. પરંતુ જો આ સમય સુધીમાં મેચ શરૂ નહીં થાય તો સમય સાથે ઓવરો કપાશે.
નિયમ અનુસાર, જો 11:56 સુધીમાં મેદાન રમવા યોગ્ય બનશે તો 5-5 ઓવરની મેચ રમાશે. જો આમ નહીં થાય તો આ મેચ બીજા દિવસે એટલે કે રિઝર્વ ડેના દિવસે આ જ મેદાન પર યોજાશે. જો આજે મેચ નહીં થાય તો સોમવારે ફરીથી મેચ રમાશે. જો સોમવારે પણ વરસાદના કારણે મેચ નહીં યોજાય તો ગુજરાત ટોપ પર હોવાના કારણે વિજેતા જાહેર થશે.
જો વરસાદના કારણે 5-5 ઓવરની મેચ રમાશે તો ગુજરાતની ટીમને ફાયદો થવાની આશા છે. ગુજરાત પાસે ચેન્નાઈ કરતા વધુ સારા બોલરો છે, જે આ ટુંકા ફોર્મેટમાં ટીમ માટે ઉપયોગી સાબિત થશે.
જણાવી દઈએ કે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની ફાઈનલ મેચમાં વરસાદ વિલન બન્યો છે. અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસતા મેચ શરૂ થઈ શકી નથી.












Click it and Unblock the Notifications
