For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL Final : ડુપ્લેસીસ-મોઈન અલીની તોફાની બેટિંગ, ચેન્નઈને 193 રનનો ટાર્ગેટ!

ઇન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનની અંતિમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ વચ્ચે દુબઈના મેદાન પર રમાઈ રહી છે, જ્યાં બંને ટીમો પોતાના ખિતાબની સંખ્યા વધારવા ઉતરી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનની અંતિમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ વચ્ચે દુબઈના મેદાન પર રમાઈ રહી છે, જ્યાં બંને ટીમો પોતાના ખિતાબની સંખ્યા વધારવા ઉતરી છે. CSK ની ટીમ તેમની 9 મી IPL ફાઇનલ રમવા ઉતરી છે, જેમાંથી 3 વખત તેને ટાઇટલ જીત્યું છે, જ્યારે KKR ની ટીમ પોતાની ત્રીજી ફાઇનલ રમવા આવી છે અને છેલ્લી બે વખત જ્યારે KKR ની ટીમ ફાઇનલમાં પહોંચી છે ત્યારે તેણે જીત મેળવી છે.

IPL Final

દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહેલી ફાઈનલમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 192 રન બનાવ્યા છે. ત્રીજી વખત IPL 2021 નો ખિતાબ જીતવા માટે KKR ને 193 રનની જરૂર છે. CSK તરફથી ફાફ ડુ પ્લેસિસે 86 રન બનાવ્યા હતા, જ્યારે મોઇન અલીએ છેલ્લી ઓવરમાં 20 બોલમાં 37 રન બનાવ્યા હતા. રોબિન ઉથપ્પા 31 અને ઋતુરાજ ગાયકવાડે 32 રનનું યોગદાન આપ્યું હતું. કોલકાતા તરફથી સુનિલ નારાયણે સૌથી વધુ બે વિકેટ લીધી હતી.

આઈપીએલ 2021 ની ફાઈનલ મેચ કોલકત્તા નાઈટ રાઈડર્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. બન્ને ટીમો આજે ટાઈટલ કબ્જે કરવા માટે એડી ચોટીનું જોર લગાવશે. એક તરફ મોસ્ટ ફેવરિટ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ છે તો બીજી તરફ 2 વખતની ચેમ્પિયન ઈયોન મોર્ગનની કોલકત્તા નાઈટ રાઈડર્સ છે. કોલકત્તાએ ટોસ જીતીને ચેન્નઈને બેટિંગમાં ઉતારી હતી. હવે જોવાનું એ રહે છે કે મોર્ગનનો આ નિર્ણય કેવો સાબિત થાય છે? 192 રનનો સ્કોર કોલકત્તા પાર કરી શકે છે કે કેમ?

English summary
IPL Final: Duplessis-Moin Ali's tumultuous batting, 193-run target for Chennai!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X