આઇપીએલએ ખેલાડીઓને લાલચી બનાવી દીધા છે: રણતુંગા
નવી દિલ્હી, 1 જૂન : સ્પોટ ફિક્સિંગને લઇને શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર અર્જૂન રણતુંગાનું કહેવું છે કે આઇપીએલે ખેલાડીઓને લાલચી બનાવી દીધા છે. હવે તે દેશ માટે રમવા નથી માંગતા. તેમનું માનવું છે કે આઇપીએલએ બીસીસીઆઇ બદનામી સિવાય કશું જ આપ્યું નથી.
ઉલ્લેખનીય છે કે સ્પોટ ફિક્સિંગમાં ભારત માટે રમી ચૂકેલા શ્રીસંતની ધરપકડ થઇ છે. તેમનું કહેવું છે કે ફિક્સિંગની ઘટનાઓ લીગના પ્રારંભથી જ થઇ રહી છે. આઇપીએલએ વિશ્વ ક્રિકેટને કઇ આપ્યું નથી, પરંતુ દરેક સિઝનમાં કોઇને કોઇ વિવાદ જરૂર થાય છે.

ભારતીય રમતનું માળખુ એટલું મજબૂત છે કે સારા ખેલાડીઓ આવી શકે. મને નથી લાગતુ કે આ લીગની જરૂરીયાત દેશને છે. આ લીગથી હજી સુધી કોઇ વિશ્વસ્તરીય ખેલાડી નીકળીને આવ્યો નથી.












Click it and Unblock the Notifications
