સ્પૉટ ફિક્સિંગના તાર બૉલીવુડ, ટૉલીવુડ સાથે જોડાયેલા છે !

કેસની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાંચના સૂત્રોના જણાવ્યા અનુસાર શ્રીસંતના ઇમેલ એકાઉન્ટમાં મોડલોના ઢગલાબંધ ફોટા છે અને આ ફોટા શ્રીસંતના અનુરોધ પર કાસ્ટિંગ ડાયરેક્ટરે મોકલ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક ફોટામાં શ્રીસંતને મોડલોની એકદમ નજીક જોવા મળ્યો હતો અને તેના લેપટોપમાંથી કેટલીક વિદેશી છોકરીઓના ફોટા છે જે ચીયર્સલીડર્સ હોય શકે છે.
ક્રાઇમ બ્રાંચના એક અધિકારીએ જણાવ્યું હતું કે ડાયરેક્ટરે દાવો કર્યો છે કે શ્રીસંત એટલા માટે ફોટા માંગ્યા હતા કારણ કે તેને પોતાની કંપની 'એસ36'ને પ્રમોટ કરવા માટે જાહેરાત માટે મોડલની પસંદગી કરવાની હતી. 'એસ36' મિનરલ વોટર, કપડાં અને રમત સાથે સંકળાયેલી વસ્તુઓને પુરી પાડે છે. પોલીસના જણાવ્યા અનુસાર 'એસ36'માં શ્રીસંતના ભાગીદાર માનવામાં આવતાં એક તેલુગૂ ફિલ્મ-નિર્માતાને પણ પુછપરછ માટે બોલાવવામાં આવ્યાં છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે એક-બે દિવસમાં નિર્માતા સાથે પુછપરછ કરવામાં આવશે. તેમને જણાવ્યું હતું કે 'ટેમારિંડ ટૂર્સ ટ્રાવેલ્સ' સાથે જોડાયેલ એક વ્યક્તિની પણ પુછપરછ કરવામાં આવશે જેના દ્વારા શ્રીસંતના ઉપ-નગરીય બ્રાંદ્રાના પાંચ સ્ટાર 'સોફીટેલ' હોટલમાં બે રૂમ બુક કરાવ્યા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે પોલીસ તે અંગે તપાસ કરી રહી છે કે કાસ્ટિંગ ડાયરેક્ટરના ઇમેલમાં જે મોડલોના ફોટા છે શું તે અન્ય ક્રિકેટરોને પણ મોકલવામાં આવ્યાં છે. મુંબઇની ક્રાઇમ બ્રાંચે 16 મેના રોજ શ્રીસંત અને તેના ખાસ મિત્ર જીજૂ જનાર્દનના હોટલના રૂમની તલાસી લીધી હતી. બંનેને પોલીસની વિશેષ શાખાએ સ્પૉટ ફિક્સિંગ મુદ્દે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ પ્રાપ્ત કર્યા છે જેમાં કેટલાક લોકો શ્રીસંત અને જીજૂના રૂમમાં આવતાં જતાં જોવા મળ્યા હતા.












Click it and Unblock the Notifications
