For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સચિન મામલે બીસીસીઆઇ ક્યારે કરશે 'ઓસ્ટ્રેલિયાવાળી'?

By Rakesh
|
Google Oneindia Gujarati News

મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ભારતનો કારમો પરાજય થયો. ભારતીય ક્રિકેટ ચાહકોને લાગતુ હતું કે ટીમ ઇન્ડિયા અને ધોનીના ધુરંધરો ઇંગ્લેન્ડનો વ્હાઇટવોશ કરી જૂનો બદલો લેશે, અમદાવાદ ખાતેની મેચ સમયે એવું લાગ્યું પરંતુ મુંબઇ સામેની મેચમાં ટીમ ઇન્ડિયા પર અંગ્રેજો ભારે પડ્યા. ભારતની શરમજનક હાર થતાં જ ચારેકોરથી ટીમ ઇન્ડિયા પર માછલાં ધોવાવાની શરૂઆત થઇ ગઇ. યુવરાજ, ધોની, સેહવાગ, ભજ્જી, ઝહીર બધા પર દેશના ક્રિકેટપ્રેમીઓ ગુસ્સે ભરાયા, ખાસ કરીને દર્શકો અને ક્રિકેટના ચાહકો માસ્ટર બ્લાસ્ટર અને ક્રિકેટના ભગવાન તરીકે વિશ્વમાં જાણીતા સચિન તેંડુલકર પર નારજ થયા અને તેને હુરયો બોલાવ્યો, તેથી પણ વધું સચિને હવે નિવૃત્તિ લઇ લેવી જોઇએ તેવી માંગો પૂર્વ ખેલાડીઓ તરફથી ઉઠવા લાગી, ત્યારે એક પ્રશ્ન અહીં ઉઠે છે કે, શું સચિન મામલે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ(બીસીસીઆઇ) ક્રિકેટ ઓસ્ટ્રેલિયા(સીએ)ની ભૂમિકા ભજવી શકશે?

sachin tendulkar
તમને કદાચ યાદ હોય તો, ક્રિકેટ વિશ્વમાં ઓસ્ટ્રેલિયા તેની ટીમ માટે જાણીતું છે, ખેલાડી ગમે તેવો ભૂતકાળ ધરાવતો હોય પરંતુ સતત નિષ્ફળ જાય એટલે તેને પહેલા પદ પરથી અને પછી ટીમમાંથી બહારનો રસ્તો બતાવી દેવામાં આવે છે. જેનો શિકાર સ્ટિવ વોથી લઇને રિકી પોન્ટિંગ જેવા ખેલાડી થયા છે. ઓસ્ટ્રેલિયાને તેની ટીમમાં સ્ટિવ વો અને રિકી પોન્ટિંગ જેવા ઘુરંઘર બેટ્સમેનો અને શ્રેષ્ઠ રણનીતિ રચનારા સુકાનીઓ હતા, પરંતુ સમય જતાં ઉક્ત બન્ને ખેલાડઓનું પ્રદર્શન કથળતાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ભૂતકાળ પર ધ્યાન કેન્દ્રિત નહીં કરતા તેમની પાસેથી પહેલા પદ છિનવી લીધું અને ત્યાર બાદ બહારનો રસ્તો પણ દર્શાવી દીધો હતો. જ્યારે બીજી તરફ બીસીસીઆઇ છે, સચિન તેંડુલકર અંગે કોઇ નિર્ણય લઇ શક્યું નથી. સચિન તેંડુલકર છેલ્લી 10 ઇનિંગ્સથી સતત નિષ્ફળ જઇ રહ્યો છે, ચારેકોરથી સચિને હવે નિવૃત્તિ લઇ લેવી જોઇએ અને તે અંગે પસંદગી સમિતિએ તેની સાથે ચર્ચા-વિચારણા કરવી જોઇએ તેવા પ્રશ્નો ઉઠી રહ્યાં છે, છતાં પણ બીસીસીઆઇ તેના બચાવમાં ઉતરી રહ્યું છે અને તેનો ભૂતકાળ જોઇ તેના પ્રદર્શન અને તેની નિવૃત્તિ અંગે વાતો કરે તેવા નબળા નિવેદન કરી રહ્યું છે, પરંતુ શું માત્ર ભૂતકાળને ધ્યાનમાં રાખીને જ ખેલાડીઓને ટીમમાં રાખવા યોગ્ય છે ખરા...?

સતત નિષ્ફળ છતાં સચિન સામે નથી લેવાતા પગલાં

સચિનની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સચિન તેંડુલકરે 192 ટેસ્ટ અને 463 વનડે મેચ રમી છે જેમાં તેણે 33 હજાર(15562 વનડેના રન, 18426 ટેસ્ટ રન)થી વધારે રન બનાવ્યા છે. જેમાં 100 સદી(51 ટેસ્ટ સદી, 49 વનડે સદી) 160થી વધારે અડધી સદી( 65 ટેસ્ટ અડધી સદી, 96 વનડે અડધી સદી) ફટકારી છે. અનેક ખ્યાનામ એવોર્ડ અને સિદ્ધીઓ તેના નામે છે, પરંતુ દરેક ખેલાડીનો એક સમય આવે છે, સચિનની છેલ્લી 10 ઇનિંગ્સની વાત કરીએ તો સચિને એક પણ સદી ફટકારી નથી તેમજ માત્ર ત્રણ જ અડધી સદી ફટકારી છે. જેમાં તેનો સર્વાધિક સ્કોર 94 રનનો છે. ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને ઇંગેલેન્ડ સામે રમેલી છેલ્લી પાંચ ટેસ્ટની વાત કરીએ તો સચિને માત્ર 130 રન બનાવ્યા છે. જેમાં ઓસ્ટ્રેલિયા સામે 25, 13 રન, ન્યૂઝીલેન્ડ સામે 27, 17 અને 19 રન, ઇંગ્લેન્ડ સામે 13, 8 અને 8 રન કર્યા છે આમ સચિનના આંકડાઓ જ જણાવી રહ્યાં છે કે તે સતત નિષ્ફળ જઇ રહ્યો છે. સચિનના સ્થાને અન્ય કોઇ ખેલાડી દ્વારા જો આ જ રીતે સતત નિષ્ફળ પ્રદર્શન કરવામાં આવ્યું હોત તો કદાચ બની શકે કે બીસીસીઆઇ દ્વારા કડક પગલાં ભરવામાં આવ્યા હોત પરંતુ સચિનના ભૂતકાળના પ્રદર્શનને આગળ ધરીને સતત તેનો બચાવ કરવામાં આવી રહ્યો છે.

રિકી પોન્ટિંગ બે વખત વિશ્વકપ વિજેતા ટીમનો સુકાની, શ્રેષ્ઠ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન છતાં દેખાડાયો બહારનો રસ્તો

2003 અને 2007ની વિશ્વકપ વિજેતા ઓસ્ટ્રેલિયન ટીમનો સુકાની રિકી પોન્ટિંગ હાલ ટીમમાં એક સામાન્ય ખેલાડી તરીકે રમી રહ્યો છે. 20011 સુધી તેનો ચઢતો સિતારો હતો અને 2011માં તેણે નબળા ફોર્મમાંથી પસાર થવું પડ્યું. જો ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ધાર્યું હોત તો તેના એક સમયના સફળ સુકાની પોન્ટિંગને વધુ તકો આપી શક્યું હોત પરંતુ એશિઝ શ્રેણી અને 2011ના વિશ્વકપમાં ટીમને મળેલા પરાજય બાદ તેની પાસેથી સુકાની પદ આંચકી લેવામાં આવ્યું અને નિષ્ફળ જતાં તેને બહારનો રસ્તો પણ બતાવવામાં આવ્યો હતો. હાલ પણ તે ટીમમાં પોતાનું સ્થાન જાળવવા માટે મથી રહ્યો છે.

સ્ટિવ વો વિશ્વ વિજેતા ટીમનો સુકાની, ઉમદા નેતૃત્વ કુશળતા, સારો બેટ્સમેન છતાં છિનવાયું સુકાનીપદ

પોન્ટિંગની જેમ સ્ટિવ વોએ પણ 1999માં ઓસ્ટ્રેલિયાના વિશ્વકપ જીતાડ્યો હતો. સ્ટિવની ઉમદા નેતૃત્વ કશુળતાને તમામ જગાએ ચર્ચા હતા, માત્ર ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ચાહકો જ નહીં પરંતુ અન્ય દેશના ક્રિકેટ રસિકો પણ તેના વખાણ કરતા થાકતાં નહોતા. તેની સાથે પણ શું થયું ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કડક વલણ દાખવીને પહેલા તેની પાસેથી સુકાની પદ છિનવ્યું અને ત્યાર બાદ તેણે નિવૃતિ ક્રિકેટક્ષેત્રમાંથી નિવૃત્તિ લઇ લીધી હતી.

બીજી તરફ ભારતીય ક્રિકેટની વાત કરીએ તો ખેલાડીના ભુતકાળને હંમેશા મહત્વ આપવામાં આવ્યું છે, જેના કારણે યુવા ખેલાડીને જોઇએ તેટલી તક મળી રહી નથી. આજે પણ જ્યારે બીસીસીઆઇની બેઠક બાદ પસંદગીકારોએ સચિનને યથાવત રાખ્યો છે. ત્યારે એ પ્રશ્ન અચૂકપણે જાગે છે કે ક્યારે બીસીસીઆઇ સચિન અંગે નિર્ણય લેશે, શું તે ક્યારેય પણ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની જેમ કડક વલણ દાખવશે કે પછી સચિનના ભવ્ય ભુતકાળ સામે આમ જ ઘુટણિએ પડી જશે?

English summary
Sachin failed in australia series and now he is not in from so the question is, will bcci take strong action against him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X