• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કમલપ્રીત કૌર : ટોક્યો ઑલિમ્પિકમાં ફાઇનલ જીતશે તો ભારતનું ઍથ્લેટિક્સમાં મેડલનું મહેણું ભાંગશે

By BBC News ગુજરાતી
|
Google Oneindia Gujarati News

ડિસ્ક્સ થ્રોનાં ખેલાડી કમલપ્રીત કૌર પાસે એ આશા રાખવામાં આવી રહી છે જે આઝાદ ભારતમાં કોઈ પણ મહિલા ખેલાડી ક્યારેય નથી કરી શક્યાં. આ વાત છે ઑલિમ્પિકમાં ઍથ્લેટિક્સમાં મેડલ જીતવાની.

કમલપ્રીત કૌરે અત્યાર સુધી શાનદાર દેખાવ કરીને ટોક્યો ઑલિમ્પિકની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે.

ઑલિમ્પિકમાં મેડલની ખૂબ નજીક પહોંચનાર મિલખા સિંહનું એ સપનું હતું કે ભારત ઍથ્લેટિક્સમાં મેડલ મેળવે. મિલખા સિંહ તો હવે નથી પણ એમનું સપનું કમલપ્રીત કૌર સાકાર કરી શકે છે.

હવે ઑલિમ્પિકમાં ફાઇનલ સુધી પહોંચનારાં કમલપ્રીત કૌરની ખૂબ પ્રશંસા થઈ રહી છે પરંતુ એ પણ સત્ય છે કે આ અગાઉ ન તો લોકોને એમનું નામ ખબર હતી ન તો એમની રમત વિશે કંઈ જાણ હતી.

https://twitter.com/Media_SAI/status/1421340899032715264

ઑલિમ્પિકમાં જતા પહેલાં બીબીસીને આપેલ ઇન્ટરવ્યૂમાં કમલપ્રીતને જ્યારે તેમની રમત વિશે પૂછ્યું તો તેમણે જવાબ આપ્યો હતો, "જ્યારે મેં રાષ્ટ્રીય સ્તર પર મેડલ જીતવાની શરૂઆત કરી તો તમામ લોકો શુભેચ્છા આપતા પરંતુ શુભેચ્છા પાઠવીને તેઓ પૂછતાં કે, આ ડિસ્ક થ્રો શું હોય છે, કેવી રીતે રમાય છે?"

સમાચારોથી દૂર કમલપ્રીત છેલ્લા ત્રણ વર્ષથી સતત મહેનત કરીને ઑલિમ્પિક સુધી પહોંચ્યાં છે.


પંજાબના ગામથી શરૂ થઈ સફર

ઑલિમ્પિકમાં મેડલની ખૂબ નજીક પહોંચનાર મિલખા સિંહનું એ સપનું હતું કે ભારત ઍથ્લેટિક્સમાં મેડલ મેળવે. મિલખા સિંહ તો હવે નથી પણ એમનું સપનું કમલપ્રીત કૌર સાકાર કરી શકે છે.

કમલપ્રીત પંજાબમાં મુખ્તસર સાહબ જિલ્લાના એક નાનકડા ગામથી આવે છે અને કમલપ્રીતે જ્યારે રમવાનું શરૂ કર્યું તો ગામમાં રમત નામે કંઈ હતું જ નહીં.

પૂછતાં પૂછતાં તેઓ બાદલ ગામના સ્પૉર્ટ્સ સેન્ટર પહોંચ્યાં જ્યાંથી તેમણે રમવાની શરૂઆત કરી. સારું કદ કાઠી ધરાવનાર કમલપ્રીતે ડિસ્કસ થ્રોમાં હાથ અજમાવ્યો અને સફળતા પણ મેળવી.

કમલપ્રીતને એ વાતનો વસવસો છે કે કારકિર્દીની શરૂઆતનાં વર્ષોમાં જો ગામમાં જ યોગ્ય માર્ગદર્શન મળ્યું હોત તો તેઓ ટોક્યો નહીં રિયો ઑલિમ્પિકનાં દાવેદાર બની શક્યાં હોત.

આ પૂર્વે પણ કમલપ્રીતે એક વધુ પડકારનો સામનો કરવો પડ્યો. આજે પણ ગામમાં યુવતીઓને સ્પૉર્ટ્સમાં મોકલવા મામલે સંકોચ રહે છે.

કમલપ્રીત કહે છે કે, ગામમાં જેવો માહોલ હતો તેના કારણે માતા-પિતા પણ એવું ઇચ્છતા હતા કે દીકરી ભણે અને પરણી જાય. જોકે, કમલપ્રીત પોતાની વાત પર અડગ રહ્યાં અને પરિવારને જલદી જ મનાવી લીધો.

પરિવારનું સમર્થન મળવાથી તેમને હિંમત મળી અને કમલપ્રીતે જે નિર્ણય કર્યો હતો, તે સંપૂર્ણ રીતે સાચો પુરવાર થયો. વર્ષ 2019માં તેમણે ડિસ્કસ થ્રોમાં એક ખૂબ જ જૂનો નેશનલ રૅકર્ડ પણ તોડ્યો.

ખેડૂત માતા-પિતા પાસે ન તો કમલપ્રીત સાથે જવાની મોકળાશ હતી ન તો એમની ફ્લાઇટની ટિકિટની પણ આગળ વધવા માટે કમલપ્રીતનો મક્કમ ઇરાદો જ પૂરતો હતો.

https://twitter.com/bbcnewsgujarati/status/1422065606896013319

2021માં તેમણે ફેડરેશન કપમાં 65.06 મિટરનો થ્રો કર્યો હતો અને એ પછી કેટલાક જ દિવસોમાં 66.59 મિટરનો થ્રો કર્યો. 65 મિટર પાર કરનારાં તેઓ પહેલા ભારતીય મહિલા ખેલાડી છે.

કમલ કહે છે કે શરૂઆતનાં દિવસોમાં તેઓ તાલીમ લેતાં હતાં, પરંતુ રમતના કેટલાક પાસાઓ વિશે તેમણે ખ્યાલ નહોતો. જેમ કે યોગ્ય ખોરાક અને પોષણ.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું, "ગામમાં એવો જ માહોલ હોય કે રોટલો-શાક જ સારું ખાવાનું ગણાય પરંતુ માર્ગદર્શન મળ્યું પછી ખબર પડી કે પોષણયુક્ત ખોરાકનો અર્થ શું હોય છે. પછી મેં ડાયટ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું."

છેલ્લા બે વર્ષમાં સતત કમલપ્રીતને પોતાનું પ્રદર્શન સુધાર્યું જે ઑલિમ્પિકમાં પણ વર્તાઈ રહ્યું છે અને તેઓ ફાઇનલ સુધી પહોંચી ગયાં છે.


ક્રિકેટથી પણ લગાવ

https://www.youtube.com/watch?v=1LtYpu90jP8

કમલપ્રીત ક્રિકેટ પણ રમે છે. તેઓ ક્રિકેટર પણ બનવાં માગતાં હતાં. તેમનું સપનું છે કે તેમને જ્યારે તક મળશે ત્યારે તેઓ ક્રિકેટમાં પણ હાથ અજમાવશે.

જોકે, હાલ તેમનું લક્ષ્ય ડિસ્કસ થ્રો અને ઑલિમ્પિક મેડલ છે. જ્યારે ઑલિમ્પિકની ફાઇનલ સુધી પહોંચવાં માટે ટોક્યોમાં રમી રહ્યાં હતાં ત્યારે તેમનાં પિતા ખેતરમાં કામ કરી રહ્યા હતા કેમ કે ખેતીનું કામ રોકી નથી શકાતું.

પરિવાર દીકરીની રાહ જોવે છે. મેડલ મળે તેવી તો ભરપૂર ઇચ્છા હોય જ પરંતુ ઑલિમ્પિક સુધી પહોંચવું એ પણ કમલપ્રીતનાં પરિવાર માટે મેડલથી કમ નથી.

https://www.youtube.com/watch?v=FBvWLjx-VXk

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Kamalpreet Kaur: Winning final at Tokyo Olympics will break India's medal tally in athletics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X