વેલિંગ્ટન, 31 જાન્યુઆરીઃ ન્યુઝીલેન્ડા ત્રીજા નંબરના બેટ્સમેન કેન વલિયમ્સને ફરી એકવાર ટીમ ઇન્ડિયાના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીને વિચારવા પર મજબૂર કરી દીધો છે, પરંતુ ના તો સુકાની મહેન્દ્ર સિંહ ધોની પાસે અને ના તો ભારતીય બોલર્સ પાસે વિલિયમ્સનની બેટિંગને રોકવાની કોઇ રણનીતિ નહોંતી. વનડે શ્રેણીની પાંચમી અને અંતિમ વનડે મેચમાં અડધી સદી ફટકારીને વિલિયમ્સન(88)એ એક અદભૂત રેકોર્ડ પોતાના નામે કર્યો અને ટીમ ઇન્ડિયાને શર્મસાર કરી.
ન્યુઝીલેન્ડના આ શાનદાર બેટ્સમેને પાંચ મેચોની શ્રેણીમાં સતત પાંચમી અડધી સદી ફટકારી. આ સાથે જ તે ભારત વિરુદ્ધ આવું કરનારો પહેલો ખેલાડી અને વિશ્વનો બીજો બેટ્સમેન બની ગયો છે. આ પહેલાં આ કારનામો પહેલીવાર યાસિર હમીદે 2003માં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ કરી દેખાડ્યો હતો. જ્યારે તેણે પાંચ મેચોની શ્રેણીમાં ચાર અડધી સદી અને અંતિમ વનડેમાં શાનદાર સદી ફટકારી હતી. કેન વિલિયમ્સન આ શ્રેણીમાં એ સમયે મેદાનમાં ઉતર્યા જ્યારે કીવીના ઓપનિંગ બેટ્સમેન લથડી ગયા હતા અને દરેક વખતે સારી ઇનિંગ રમી ક્યારેક માર્ટિન ગુપ્ટિલ સાથે તો ક્યારેક રોસ ટેલર સાથે પીચ પર ઉભા રહીને અડધી સદી ફટકારી. તો ચાલો તસવીરો થકી નજર ફેરવીએ વિલિયમ્સનની આ શ્રેણીની પાંચ શાનદાર ઇનિંગ્સ પર.

પહેલી વનડે
88 બોલમાં સાત ચોગ્ગાની મદદથી 71 રન

બીજી વનડે
87 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 77 રન

ત્રીજી વનડે
74 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 65 રન

ચોથી વનડે
82 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 60 રન

પાંચમી વનડે
91 બોલમાં 8 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 88 રન