
Khel awards 2022: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ ખેલડીઓને એનાયત કર્યો અર્જુન એવોર્ડ
રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રીય રમત પુરસ્કારોનું વિતરણ કરતી મહામહિમ દ્રૌપદી મુર્મુ. ઇનામ વિતરણ માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કુસ્તીના કોચ રાજ સિંહને દ્રોણાચાર્ય એવોર્ડ અર્પણ કર્યો. આ સિવાય બોક્સિંગ કોચ મોહમ્મદ અલી કમરને દ્રોણાચાર્ય એવોર્ડ આપવામાં આવ્યો છે. દ્રૌપદી મુર્મુએ પેરા શૂટિંગ કોચ સુમા સિદ્ધાર્થ શિરુર અને કુસ્તીના કોચ સુજીત માનને દ્રોણાચાર્ય એવોર્ડ અર્પણ કર્યો હતો.
President Droupadi Murmu presents the Arjuna award to Badminton players Lakshya Sen and Prannoy HS at the National Sports and Adventure Awards 2022 ceremony at Rashtrapati Bhavan. pic.twitter.com/Tv4QLAPbtj
— ANI (@ANI) November 30, 2022
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય રમત પુરસ્કાર વિતરણ સમારોહમાં બેડમિન્ટન ખેલાડીઓ લક્ષ્ય સેન અને પ્રણય એચએસને અર્જુન પુરસ્કાર અર્પણ કર્યો. આ ઉપરાંત ચેસ ખેલાડી આર પ્રજ્ઞાનંદને પણ આ કાર્યક્રમમાં અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિએ બોક્સર નિખત ઝરીનને અર્જુન એવોર્ડ એનાયત કર્યો છે.
President Droupadi Murmu presents the Arjuna award to Boxer Nikhat Zareen at the National Sports and Adventure Awards 2022 ceremony at Rashtrapati Bhavan. pic.twitter.com/5RRFpXD7Z8
— ANI (@ANI) November 30, 2022